આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

શિવરાત્રી એટલે ભગવાન શંકરનો દિવસ. આ દિવસે ગુજરાત સહિત દેશભરમાં લોકો શંકર ભગવાનના મંદીરે જઇ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. બનાસકાંઠાના ડીસા ખાતે આવેલું વર્ષો જુનુ શંકર ભગવાનનું રીસાલા મહાદેવ મંદીરમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે સોમવારે મહાશિવરાત્રીના દિવસે કોઇ અગમ્ય કારણોસર મંદરીના માલિક દ્વારા મંદિર બંધ રખાતા ડીસા તથા આસપાસની ધાર્મિક જનતામાં રોષ જોવા મળી રહયો છે.


મહત્વનું છે કે, ડીસાના રીસાલા મહાદેવ મંદીરમાં લોકો વર્ષોથી પુજા-અર્ચના કરતા આવ્યા છે. પણ આ વર્ષે અચાનક મંદીરના માલિક ઘ્વારા મંદીરનો મુખ્ય દરવાજો બંધ કરી દેતા ધાર્મિક જનતામાં ભારે રોષ ફેલાયો છે. લોકો મંદીરના માલિક પર ફિટકાર વરસાવી રહયા છે. જોકે મંદીરના બંધ દ્વાર ને લઇ અનેક શંકાઓ વ્યકત કરી છે.

23 Sep 2020, 1:16 AM (GMT)

COVID-19 Global Stats

31,766,131 Total Cases
974,620 Death Cases
23,382,126 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code