આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકેરજ

ડીસા નજીક ઘાસથી ઓવરલોડ ભરેલી એક ટ્રક પલ્ટી ખાઇ જતા સામેથી આવતી સ્કુલવાન સાથે ટકરાઇ ગઇ હતી. જેથી ઘાસથી સ્કુલવાન દબાઇ ગઇ હતી. વાનમાં શાળાના વિધાર્થીઓ હોવાથી સ્થળ ઉ૫ર અફરાતફરીનો માહોલ બન્યો હતો. વાત વાયુવેગે ફેલાઇ જતાં પોલીસ અને બચાવકારો દોડી આવ્યા હતા. જેસીબીની મદદથી ઘાસ હટાવી બાળકોને બચાવી લેવાયા હતા. અકસ્માતને પગલે ડીસા હાઇવે પર અંદાજે બે કલાક સુધી ચક્કાજામ બની ગયો હતો. ડીસા પોલીસે ભારે જહેમતને અંતે ટ્રાફીક ઉપર કાબુ મેળવ્યો હતો.

ડીસા હાઇવે ઉપર બુધવારે સવારે ૯ વાગ્યાના સુમારે ઘાસ ભરેલો ટ્રક અને સ્કુલવાન સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રિપલ અકસ્માતમાં ટ્રક પલટી ખાતા સ્કૂલવાન અને રીક્ષા દટાઇ ગયા હતા. ઘાસ નીચે બે વાહનો અને વિધાર્થીઓ સહિતના મુસાફરો દટાઇ જતા ભાગદોડ મચી ગઇ હતી. વહીવટી તંત્રએ મથામણ કર્યા બાદ આખરે જેસીબી મશીનની મદદ લીધી હતી. ઘાસ હટાવ્યા બાદ સ્કુલવાનમાંથી ૯ બાળકોને સામાન્ય ઇજાઓ સાથે હેમખેમ બહાર કાઢતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code