આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ડીસા તાલુકાના ગામે ટેન્કર પલ્ટી મારી ગયા બાદ ટ્રાફીક પોલીસની ગાડીને અથડાતાં બંને વાહનોમાં વિકરાળ આગ લાગી હતી. અકસ્માત બાદ લાગેલી આગમાં બંને વાહનો સહિત ટેન્કરચાલક ભડથું થઇ ગયો હતો. આજે વહેલી સવારે બનેલી ઘટનામાં ટેન્કરચાલકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા-વિરોણા ગામ નજીક વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જવાની ઘટનામાં એકનું મોત થયુ છે. કુચાવાડા-વિરોણા ગામ પાસે જીલ્લા ટ્રાફીક પોલીસની સરકારી બોલેરો વાહન ચેકિંગમાં હતી. આ દરમ્યાન અચાનક એક ટેન્કર પલ્ટી મારી જતાં બોલેરોને અડફેટે લીધી હતી. જે બાદમાં ટેન્કરમાં કેમિકલ ભરેલું હોઇ બંને વાહનોમાં આગ લાગતાં પોલીસની બોલેરો અને ટેન્કર બળીને ખાખ થઇ ગયા હતા. આ સાથે ટેન્કરચાલકનું પણ મોત થયાની વિગતો સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનામાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. કુચાવાડા-વિરોણા નજીક અકસ્માતની ઘટના બાદ ટેન્કર અને પોલીસની જીપમાં આગ લાગતાં બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ડીસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે જ પહોંચી વધુ તપાસ શરૂ કરી છે .

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code