ડીસાઃ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ

અટલ સમાચાર, ડીસા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે અને હવે લોકોની નજર 23 ના રોજ જાહેર થનાર પરિણામ પર છે ત્યારે રાજકીય ગરમી બેશક ઘટી ગઈ છે પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે ગત રોજ ડીસામાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. એક તરફ ચૂંટણી યોજાઈ રહી હતી તો
 
ડીસાઃ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ

અટલ સમાચાર, ડીસા

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે અને હવે લોકોની નજર 23 ના રોજ જાહેર થનાર પરિણામ પર છે ત્યારે રાજકીય ગરમી બેશક ઘટી ગઈ છે પરંતુ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે ગત રોજ ડીસામાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો છે. એક તરફ ચૂંટણી યોજાઈ રહી હતી તો એક તરફ સૂર્ય પણ મતદારોની પરીક્ષા લેતો હોય તેમ આકાશમાંથી અગન વર્ષા વરસાવી રહ્યો હતો. વાતાવરણમાં સતત વધતી જતી ગરમીને પગલે હવામાન વિભાગે પણ ત્રણ દિવસ સુધી તાપમાન હજુ પણ વધારો થવાની આગાહી કરી છે. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે અને અગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે હજુ પણ ગરમી વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. આજ રોજ બપોરના સમયે જરૂરી કામકાજ શિવાય બહાર નીકળવાનું નહીં અને નાના બાળકોને પણ સૂર્યના સીધા કિરણોથી દૂર રાખવા ઉપરાંત બંને ત્યાં સુધી સરકારી દવાખાને મળતા ઓ.આર.એસ.નો વધુ ઉપયોગ કરવો.