deesa lach1
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
ડીસા એડિશનલ સેસન્સ કોર્ટે જમીન કેસમાં રૂ. 3500 ની લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કોર્ટે સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. એસીબીની ટ્રેપ દરમિયાન છટકામાં રંગેહાથ સરકારી બાબુ ઝડપાયા હતા. કોર્ટના દાખલા રૂપ ચુકાદાથી અન્ય લાંચીયા કર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉમેદદાન સોલંકી પાસે જમીન અંગેનો એક કેસ આવ્યો હતો. જે કેસને લઇને ઉમેદદાન સોલંકીએ તે સમયે ફરિયાદી પાસેથી રૂ.3500ની લાંચની માંગણી કરી હતી. આ અંગે ત્યારે એસીબીને જાણ કરાતા ACBએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં નાયબ મામલતદાર રંગેહાથ લાંચલેતા ઝડપાઇ ગયા હતા. આ અંગેનો કેસ ડીસા એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા નાયબ મામલતદાર કસુરવાર ઠર્યા હતા. કોર્ટે નાયબ મામલતદાર ઉમેદદાન સોલંકી ને પાંચ વર્ષની સજા અને 25 હજાર નો દંડ ફટકારતા લાંચીયા અન્ય કર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર ગુ.ર.નં.૦૮/ર૦૧૨, સ્પે. કેસ નં.૦૪/૨૦૧૬  ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમઃ ૭, ૧૩(૧)(ઘ) તથા કલમ ૧૩(ર) મુજબ ગુન્હાશના કામે આરોપી ઉદેસિંહ રામસુંગજી સોલંકી, નાયબ મામલતદાર (જમીન) વર્ગ-૩, માલતદાર કચેરી ડીઝાસ્ટોર રૂમ શિહોરી, મુળ રહે.વડગામ ખેરાલુ રોડ, પેટ્રોલ પંપ સામે ગોકુળનગર, તા.વડગામ, જી.બનાસકાંઠા નાઓ વિરૂધ્ધસ રૂ.૩૫૦૦ ની લાંચનો ગુન્હોપ તારીખ તા.૨૧/૧૨/૨૦૧૨ના નોંધવામાં આવેલ હતો જે ગુન્હાના કામે આરોપીનો કેસ નામદાર ત્રીજા એડી. સેશન્સટ (સ્પે.શ્યાલ) કોર્ટ ડીસાના જજ બી.જી.દવે સાહેબની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલની ધારદાર રજુઆતો અને પુરાવા આધારે આરોપીને આજરોજ તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ દોષિત ઠેરવી લાંચ રૂશ્વાત વિરોધી ધારા ૧૯૮૮ ની કલમ ૭ ના ગુના અંગે ૫ (પાંચ) વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા ર૫,૦૦૦ (પચ્ચીસ હજાર) નો દંડ કરવામાં આવેલ છે. દંડ ભરવામાં કસુર કરે તો છ માસની સાદી કેદની સજા તેમજ કલમ ૧૩(૧)(ડી)(૧) ની સાથે કલમ ૧૩(ર) અન્વસયે દોષિત ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા ૧૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code