ડીસાઃACB ટ્રેપમાં લાંચ લેતા ઝડપાયેલા નાયબ મામલતદારને કોર્ટે ફટકારી સજા

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર ગુ.ર.નં.૦૮/ર૦૧૨, સ્પે. કેસ નં.૦૪/૨૦૧૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમઃ ૭, ૧૩(૧)(ઘ) તથા કલમ ૧૩(ર) મુજબ ગુન્હાશના કામે આરોપી ઉદેસિંહ રામસુંગજી સોલંકી, નાયબ મામલતદાર (જમીન) વર્ગ-૩, માલતદાર કચેરી ડીઝાસ્ટોર રૂમ શિહોરી, મુળ રહે.વડગામ ખેરાલુ રોડ, પેટ્રોલ પંપ સામે ગોકુળનગર, તા.વડગામ, જી.બનાસકાંઠા નાઓ વિરૂધ્ધસ રૂ.૩૫૦૦ ની લાંચનો ગુન્હોપ તારીખ તા.૨૧/૧૨/૨૦૧૨ના નોંધવામાં આવેલ હતો જે ગુન્હાના કામે આરોપીનો કેસ નામદાર ત્રીજા એડી. સેશન્સટ (સ્પે.શ્યાલ) કોર્ટ ડીસાના જજ બી.જી.દવે સાહેબની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલની ધારદાર રજુઆતો અને પુરાવા આધારે આરોપીને આજરોજ તા.૧૨/૦૨/૨૦૧૯ ના રોજ દોષિત ઠેરવી લાંચ રૂશ્વાત વિરોધી ધારા ૧૯૮૮ ની કલમ ૭ ના ગુના અંગે ૫ (પાંચ) વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા ર૫,૦૦૦ (પચ્ચીસ હજાર) નો દંડ કરવામાં આવેલ છે. દંડ ભરવામાં કસુર કરે તો છ માસની સાદી કેદની સજા તેમજ કલમ ૧૩(૧)(ડી)(૧) ની સાથે કલમ ૧૩(ર) અન્વસયે દોષિત ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂપીયા ૧૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ છે.