આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન દારૂનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ બાબતે બનાસકાંઠા પોલીસ પણ આવા તત્વોને ગણતરીના દિવસોમાં જ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે, વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસામાં શહેર ઉત્તર પોલીસની સજાગતાથી ડીસા શહેરની હાઇવે પરની એક સોસાયટીમાં દારૂનો વેપલો થઈ રહ્યો હોય તેવી અંગત બાતમી ઉત્તર પોલીસ મથકના પીઆઈ ખાંટને મળતા ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને સાથે રાખી ડીસા શહેરની હાઇવેની સોસાયટીમાં આકસ્મિક રેડ કરી હતી. જોકે રેડ ના ભણકારા થી મહિલા બુટલેગર પોતાની એકટીવા મુકી ઘટનાસ્થળથી ભાગી જવામાં સફળ થઈ હતી. મહિલા બુટલેગર દારૂની હેરાફેરી કરતી હોવાની પોલીસને અંગત બાતમી મળી હતી. જોકે આ તપાસ દરમિયાન મહિલા બુટલેગર પોલીસને જોઈ દારૂ ભરેલી એકટીવા મૂકી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થઈ હતી. જ્યારે આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસે 26 હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર મહિલા બુટલેગર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ ઉત્તર પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code