આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ,સરસ્વતી મહારાજ ના આહવાન પર તા. 21 ફેબ્રુઆરી 2019 ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મન્દિર નિર્માણ માટે ડીસાથી જ્યા, ભદ્રા, નંદા અને પૂર્ણા નામની ચાર શિલાઓ મોકલવામાં આવનાર છે. આ શિલાઓ નો પૂજન કાર્યક્રમ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦ વાગે કચ્છી કોલોની,શિવ મંદિર, ડીસા ખાતે યોજાનાર છે. અને ત્યાંથી જ પૂજન બાદ શિલાઓને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવનાર છે. જેથી આ કાર્યક્રમમાં તમામ ભક્તો અને ધર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને હિન્દુ હિત રક્ષા સમિતિ, હિન્દુ યુવા સંગઠન, મહાદેવ સેના, સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ, શિવસેના, સનાતન સાર્વજનિક ટ્રસ્ટ, સહયોગ સેવા ટ્રસ્ટ, સહિતના અનેક સંગઠનોએ સમર્થન જાહેર કરેલ છે અને પૂજન કાર્યક્રમ પ્રત્યક્ષ ઉપસ્થિતી આપી શિલાઓ મોકલવા અને રામ મન્દિર નિર્માણ માટે હરસંભવ પ્રયાસ કરી સહયોગ જાહેર કરેલ છે.

બનાસકાંઠા જિલ્લાના ધર્માંસદ કિશોર દવે સહિત રામ ભક્તો તા. 14 ફેબ્રુઆરીના રોજ શીલાપુજન કરી અયોધ્યા માટે પ્રસ્થાન કરશે. હિંગળાજ સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર દવે (ડીસા), હિન્દૂહિત રક્ષા સમિતના કન્વીનર પ્રિતેશ શર્મા (ડીસા) તેમજ હિન્દૂયુવા સંગઠનના પ્રમુખ નીતિન સોની(ડીસા), શિવસેના પ્રમુખ કમલેશ ઠક્કર(ડીસા), મહાદેવ સેનાના પ્રમુખ ભરત દવે (લાખણી) સહિતના રામ ભક્તોએ શીલા પૂજન કાર્યક્રમમાં જોડાવા ડીસાની તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પણ આપેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code