આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડીસા

સમગ્ર બનાસકાંઠા જીલ્લાની અંદર સ્વાઈન ફ્લૂથી લોકો ભયભીત. તંત્ર દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ સમગ્ર બનાસકાંઠાની અંદર સ્વાઈન ફ્લુના લીધે ભયનો માહોલ છવાયેલો છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની અંદર આરોગ્યની ટીમ સજજ બની છે. જ્યારે આ જ ટીમો દ્વારા વિવિધ ગામોની અંદર કેમ્પ યોજી અને ઉકાળો તેમજ મેડીકલ સેવાઓ આપવામાં આવી રહી છે.

તેના ભાગરૂપે આજે ડીસા તાલુકાના જુના ડીસા ગામે પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા મથકના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જુનાડીસા ગામની અંદર સ્વાઈ ફ્લૂથી બચવા માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટરો દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે, આપ ફુના લક્ષણોથી કઈ રીતે બચી શકાય અને કઇ રીતે એનો ઉપાય કરી શકાય તેના વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.

સાથે-સાથે ગામ લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. અને ફુથી બચવા માટેનો ઉકાળો પણ બનાવી અને ગામ લોકોને તેમજ વિદ્યાર્થીઓને પીવડાવવામાં આવ્યું હતું. સાથે-સાથે ડીસાની આરોગ્યની ટીમ દ્વારા બાળકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ ગામલોકોને માર્ક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જુનાડીસા પી.એચ.સી. કેન્દ્ર ખાતે આરોગ્ય ખાતાની ટીમ દ્વારા ગામલોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. દવાઓનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યારે આજ ગામના સરપંચ બબાભાઈ ઝવેર ભાઈ દેસાઈ દ્વારા ગામ લોકોને જાગૃત રહેવા તેમજ ગામલોકોને એકબીજાનો સાથ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી હતી. તેમજ તાલુકા હેલ્થ ડૉ. હરિયાણી દ્વારા પણ લોકોને એવી અપીલ કરવામાં આવી હતી કે, આ રોગથી ગભરાવવાની જરૂર નથી તેમ જ કોઈને ભયભીત થવાની પણ જરૂર નથી માત્રને માત્ર સાવચેત રહેવાની જરૂર છે. ખોટી અફવાઓથી બચવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયો હતો. અને આ જ ગામના તેમજ આજુ બાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તંત્ર દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી. દવાઓનું વિતરણ કરાયું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code