આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા

સમગ્ર વિશ્વમાં શુકવારે ૧૫ મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના ગ્રાહકોમાં જાગૃતિ આવે અને ગ્રાહકો કયાય છેતરાય નહીં જેના લઈ શુકવારે શહેરમાં દુકાનો તેમજ વેપારીઓ માં જાગૃત કેળવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે મેગેઝીનો તેમજ પેમ્પ્લેટ નું ડોર-ટુ- ડોર પરચાર કરીને લોકોમાં જાગૃતિ લાવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે ગ્રાહકો કોઈ પણ લોભામણી જાહેરાતો તેમજ બેંક,ઓન લાઇન ચિટીંગ,ઓછા તોલમાપ, છેતરમાણીમાં, નકલી વસ્તુઓમાં, વધુ ભાવ ચુકવવામાં,સેલના અટપટા ખેલમાં,ભેળસેલમાં અને લોભામણી જાહેરાતો જેવામાં દિન પ્રતિદિન છેતરતા હોય છે. ત્યારે આવા લોકોને કેવી રીતે કંપનીઓ સામે કાર્યાવહી કરવી તેની તેઓને મુંઝવણ ઉભી થાય ત્યારે આવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code