ડીસાઃ ઝેરડા દૂધ મંડળીના વહિવટદારોની લુખ્ખાગીરી, ગ્રાહકને ધમકી આપી

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ઝેરડા ગામના એક દૂધ ગ્રાહકને દૂધ ડેરીના ચેરમેનના પુત્ર અને અમુક ઈસમોએ દૂધ ભરાવવા બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે દૂધ ગ્રાહકે બનાસકાંઠા એસ.પી.ને કસૂરવારો સામે પગલાં ભરવા અરજ ગુજારી છે. ઝેરડા ગામે ખેડા વિસ્તારમાં આવેલી નવીન મિલ્ક સેન્ટર (દૂધ ડેરી)માં ઝેરડા ગામે
 
ડીસાઃ ઝેરડા દૂધ મંડળીના વહિવટદારોની લુખ્ખાગીરી, ગ્રાહકને ધમકી આપી

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ ઝેરડા ગામના એક દૂધ ગ્રાહકને દૂધ ડેરીના ચેરમેનના પુત્ર અને અમુક ઈસમોએ દૂધ ભરાવવા બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે દૂધ ગ્રાહકે બનાસકાંઠા એસ.પી.ને કસૂરવારો સામે પગલાં ભરવા અરજ ગુજારી છે.

ડીસાઃ ઝેરડા દૂધ મંડળીના વહિવટદારોની લુખ્ખાગીરી, ગ્રાહકને ધમકી આપી
અરજદાર નાગજીભાઈ નાથુભાઈ રબારી

ઝેરડા ગામે ખેડા વિસ્તારમાં આવેલી નવીન મિલ્ક સેન્ટર (દૂધ ડેરી)માં ઝેરડા ગામે રહેતા નાગજીભાઈ નાથુભાઈ રબારી બે દિવસ અગાઉ દૂધ ડેરીમાં ભરાવવા ગયા હતા. ત્યારે દૂધ ડેરી ઉપર હાજર હંગામી મંત્રી વિક્રમ પ્રજાપતિએ દૂધ ગુણવતા વગરનું છે તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. જેની સામે ગ્રાહકે દૂધ લઈ લેવાની વિનવણી કરી હતી. પરંતુ મંત્રી તો ઉશ્કેરાટમાં ભાન ભૂલી ગયા અને ગ્રાહકને ધમકી આપી દીધી કે અહીંથી જતા રહો નહીંતર બીજા માણસો ને બોલાવી હાથપગ તોડી નાખીશ. આ બનાવ સ્થળે ચેરમેનનો પુત્ર પણ હાજર હતો જેણે ઉશ્કેરાટમાં નાગજીભાઈને ગળાથી પકડી મારી નાખવાની ધમકી આપી હતીને ગ્રાહકને હડધૂત કરી કાઢી મુકવામાં આવ્યો હતો.

પોતાની સાથે થયેલ ગેરવ્યાજબી વર્તનથી અરજદારે ડીસા પોલીસ મથકમાં લેખીત અરજી આપી જિલ્લા એસ.પી. સુધી ધા નાખી છે. અરજીમાં જણાવ્યા મુજબ જો કસુરવાર સામે યોગ્ય પગલાં નહી ભરવામાં આવે તો ડેરીને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આ લોકો વિરુદ્ધ અરજી આપી

(1) રબારી નરેશભાઈ નાગજીભાઈ

(2) પ્રજાપતિ વિક્રમ મલાભાઈ

(3) રબારી નાગજીભાઈ વસાભાઇ