ડીસા પંથકમાં ફરી દીપડાનો આતંક, ખેડૂતોમાં ફફડાટ પ્રસર્યો
અટલ સમાચાર,ડીસા તસવીરઃઅહેવાલ- અંકુર ત્રિવેદી બનાસકાંઠાના ડીસા પંથકમાં ફરી એક વાર દીપડો દેખાતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ડાવર ગામે એક ખેતરમાં દિપડો ઘુસી આવ્યો હતો. ગ્રામજનોને જાણ થતા ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. અને ખુંખાર દીપડાને પકડવા માટે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. જેથી ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોચી
Feb 13, 2019, 14:05 IST

અટલ સમાચાર,ડીસા
તસવીરઃઅહેવાલ- અંકુર ત્રિવેદી
બનાસકાંઠાના ડીસા પંથકમાં ફરી એક વાર દીપડો દેખાતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ડાવર ગામે એક ખેતરમાં દિપડો ઘુસી આવ્યો હતો. ગ્રામજનોને જાણ થતા ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. અને ખુંખાર દીપડાને પકડવા માટે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે. જેથી ફોરેસ્ટ વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોચી દિપડાને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે.

દિપડાને જોવા માટે ખેતરમાં ટોળે ટોળા ઉમટ્યા હતા. જો કે ખેડૂતોએ ભયને કારણે ખેતરોમાં એકલા ઘાસચારો લેવા જવાનું ટાળ્યુ હતું. અને પશુઓને પણ દિપડાથી બચાવવા સુરક્ષીત સ્થળે લઇ જવાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામે બુધવારે અચાનક એક ખેતરમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. ખેતરના માલિક કોઈ કારણ અનુસાર બહારગામ જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે પોતાના જ ખેતરમાં દીપડો દેખાતા તાત્કાલિક ગામજનોને ભેગા કરી વનવિભાગને જાણ કરી હતી. જોકે જાણ કરવાની સાથે જ બનાસકાંઠા જિલ્લાનું વનવિભાગ ખાતુ અને પોલીસ તાબડતોડ ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દીપડાની પણ શોધખોળ ચાલુ કરવામાં આવી હતી ત્યારે હાલના સમયમાં તો ડીસા તાલુકાના ડાવસ ગામે પોલીસ તથા વન વિભાગ ગ્રામજનોની સુરક્ષા માટે ખડે પગે ઊભી રહી છે.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ દીપડો કઈ દિશામાં ગયો છે અને વનવિભાગ દ્વારા કેટલા સમયમાં આ દીપડાને શોધખોળ કરી પકડાશે તે તો આવનારો સમય જ બતાવશે.