ડીસાઃ પૂૂર ઝડપે આવતી કારે 4 યાત્રાળુઓને અડફેટે લીધા, 2ના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવતી ગાડીના ચાલકે પૂરઝડપે કાર ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા બેને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે 5 ઇજાગ્રસ્ત થતાં સારવાર
 
ડીસાઃ પૂૂર ઝડપે આવતી કારે 4 યાત્રાળુઓને અડફેટે લીધા, 2ના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવતી ગાડીના ચાલકે પૂરઝડપે કાર ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા બેને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે 5 ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ડીસા તરફથી આવી રહેલી કાર ગાડી નં GJ-02-BD-7347 ના ડ્રાઇવરે પુરઝડપે હંકારતા ભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ ભાગેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળિયા પાસે પદયાત્રીઓના બીજા સમૂહના યાત્રીઓને અડફેટે લીધા હતા.

ડીસાઃ પૂૂર ઝડપે આવતી કારે 4 યાત્રાળુઓને અડફેટે લીધા, 2ના કરૂણ મોત
advertise

જેમાંથી બેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થવા પામ્યુ હતું. જ્યારે અન્યોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગાડી ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ગાડીના ચાલક વિરૂધ્ધ ફિટકાર વરસાવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

મૃતકોના નામ

(1) નરશીહભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ. 55) ( રહે.ઓઢવા)
(2) સૂખાજી ગેમરાજી ઠાકોર (ઉ.વ. 27) ( રહે. ડોડીયા)