ડીલીટ@ગુગલ: પેટીએમ એપ નવેસરથી ડાઉનલોડ નહી થાય, પ્લે સ્ટોરમાંથી દૂર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે શુક્રવારે અચાનક ગુગલે Google Play Store પરથી Paytm એપને હટાવી દીધી છે. તેની પર ગૂગલે કહ્યું છે કે તેઓ કોઈ પણ ગેમ્બલિંગ (જુગાર) એપનું સમર્થન નથી કરતા. Paytm અને UPI એપ One97 Communication Ltd. દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપને Google Play Store પર સર્ચ કરતાં તે જોવા
 
ડીલીટ@ગુગલ: પેટીએમ એપ નવેસરથી ડાઉનલોડ નહી થાય, પ્લે સ્ટોરમાંથી દૂર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે શુક્રવારે અચાનક ગુગલે Google Play Store પરથી Paytm એપને હટાવી દીધી છે. તેની પર ગૂગલે કહ્યું છે કે તેઓ કોઈ પણ ગેમ્બલિંગ (જુગાર) એપનું સમર્થન નથી કરતા. Paytm અને UPI એપ One97 Communication Ltd. દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ડીલીટ@ગુગલ: પેટીએમ એપ નવેસરથી ડાઉનલોડ નહી થાય, પ્લે સ્ટોરમાંથી દૂર
જાહેરાત

આ એપને Google Play Store પર સર્ચ કરતાં તે જોવા નથી મળતી. જોકે પહેલાથી એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ઇન્સ્ટોલ થયેલી એપ કામ કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટીએમ પેમેન્ટ એપ ઉપરાંત કંપનીએ અન્ય એપ્સ Paytm for business, , Paytm money, Paytm mall વગેરે Google Play Store પર હજુ પણ ઉપલબ્ધ છે. જોકે હજુ Paytm તરફથી એપને Google Play Storeથી રિમૂવ કરવાને લઈ કોઈ નિવેદન નથી આવ્યું. ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા. અમે કોઈ પણ આવી એપનું સમર્થન નથી કરતા જે કોઈ યૂઝર્સને કોઈ બીજી વેબસાઇટ પર લઈ જતી હોય. જો કોઈ એપ કોઈ આવી વેબસાઇટ પર કસ્ટમરને લઈ જાય છે જ્યાં રોકડ પુરસ્કાર જીતવા માટે કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. ગૂગલ કોઈ પણ એપેન આવું કરવાની મંજૂરી નથી આપતું અને આવું કરનારા ગૂગલની નીતિઓનું ઉલ્લંઘન કરે છે.

સમગ્ર મામલે ગુગલના ઉપાધ્યક્ષે કહ્યું કે, અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા કે કોઈ પણ આવા અનિયમિત જુગારનું સમર્થન નથી કરતા જે રમતની સટ્ટાબાજીની સુવિધા પૂરી પાડી છે. આ તરફ સામે પેટીએમે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, Paytm App ડાઉનલોડ કે અપલોડ કરવા માટે Googleના Play Store પર અસ્થાયી રીતે ઉપલબ્ધ નથી. તે ખૂબ ટૂંકા સમયમાં પરત આવી જશે. આપ સૌના નાણા પૂરી રીતે સુરક્ષિત છે અને જેમની પાસે Paytm એપ પહેલાથી જ ડાઉનલોડેડ છે તે લોકો પોતાના પેટીએમ એપને સામાન્ય રીતે યૂઝ કરી શકો છો.