ડીલીટ@માણસાઈ: પાલનપુરમાં તાજા જન્મેલા બાળકને નાળામાં ફેંકી દેતાં ચકચાર
અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લામાં માણસાઈ સામે ગંભીર સવાલો કરતી ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના સ્ટેશન રોડ નજીકથી તાજું જન્મેલા બાળકની લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિઓ ખુલ્લા નાળામાં નવજાત શિશુને ફેંકી ફરાર થઈ ગયા હતા. જેની જાણ સ્થાનિક લોકો અને પોલીસને થતાં દોડી આવ્યા હતા. ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઇ છે.
May 25, 2019, 15:54 IST

અટલ સમાચાર, ડીસા(અંકુર ત્રિવેદી)
બનાસકાંઠા જિલ્લામાં માણસાઈ સામે ગંભીર સવાલો કરતી ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના સ્ટેશન રોડ નજીકથી તાજું જન્મેલા બાળકની લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિઓ ખુલ્લા નાળામાં નવજાત શિશુને ફેંકી ફરાર થઈ ગયા હતા. જેની જાણ સ્થાનિક લોકો અને પોલીસને થતાં દોડી આવ્યા હતા. ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઇ છે.
પાલનપુરના સ્ટેશન રોડ પરની હોટેલ બેલીમ સામે આવેલ ખુલ્લા નાળામાંથી બિનવારસી નવજાત શિશુની લાશ મળી આવી છે. અજાણ્યા માણસો દ્વારા નવજાત શિશુની લાશ નાળામાં ફેંકી દેવાનું સામે આવતાં ફિટકારની લાગણી પ્રસરી ગઇ છે. ખરાબ સંબંધોમાં રાચતા કે કોઇ કારણસર બાળક નહિ ઇચ્છતાએ અધમ કૃત્ય કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.
ગંદા નાળામાં નવજાત શિશુની લાશ જોઈ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.