દિલ્હીઃ 2 દિવસની હિંસામાં 34 લોકોના મોત, પોલીસકર્મીઓ સહિત 200 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં બે દિવસની હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 34 સુધી પહોંચી ગઈ છે. હિંસામાં પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કન્ટ્રોલ રૂમ મુજબ મૃતકોની સંખ્યા વધીને 34 થઈ છે. શહેરની સ્થિતિ હાલમાં શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. પોલીસનો ફ્લેગ માર્ચ ચાલુ રહેશે. બીજી તરફ
 
દિલ્હીઃ 2 દિવસની હિંસામાં 34 લોકોના મોત, પોલીસકર્મીઓ સહિત 200 ઘાયલ

અટલ સમાચાર, ડેસ્ક

રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં બે દિવસની હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 34 સુધી પહોંચી ગઈ છે. હિંસામાં પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કન્ટ્રોલ રૂમ મુજબ મૃતકોની સંખ્યા વધીને 34 થઈ છે. શહેરની સ્થિતિ હાલમાં શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. પોલીસનો ફ્લેગ માર્ચ ચાલુ રહેશે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે આ હિંસામાં બહારના લોકોની સામેલ હોવાના આરોપીની તપાસ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ મુજબ, હિંસાગ્રસ્ત વિસ્તારમાં હવે માહોલ શાંત થવા લાગ્યો છે. દિલ્હીમાં ભડકેલી હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસે મોડી રાત સુધી ફ્લેગ માર્ચ કર્યો. કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે દરેક સ્થળે પોલીસની તૈનાતી કરવામાં આવી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને શાંતિ અને ભાઈચારો કાયમ રાખવાની અપીલ કરી હતી.

બીજી તરફ, દિલ્હી હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દિલ્હીમાં બીજા 1984 જેવા તોફાનો ન થવા જોઈએ. દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા મામલે સુનાવણી કરતાં દિલ્હી પોલીસની કાર્યશૈલી પર આકરી ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે બીજેપી નેતા કપિલ મિશ્રાની વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા માટે એફઆઈઆર નોંધવી જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન પોલીસ અધિકારીઓને પૂછ્યું કે તેઓએ કેમ એફઆઈઆર નોંધી નહીં. એડિશનલ પોલીસ કમિશ્નર (અપરાધ) મણદીપ સિંહ રંધાવાએ સંવાદદાતાઓને કહ્યું કે, બુધવારે કોઈ અપ્રિય ઘટના સામે નથી આવી અને ઉત્તર પૂર્વ દિલ્હીના પીસીઆર કૉલ ઘટી ગયા છે.