દીલ્હી: 13-પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમના વટહુકમને મંજુરી

અટલ સમાચાર,ડેસ્ક ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને લઇ મહત્વનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 13 પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમને કાયમ કરવા માટે વટહુકમને મંજૂરી આપી હતી. કેટલાય સમયથી 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને લઇ ભારે વિવાદ ચાલતો હતો. જોકે ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં
 
દીલ્હી: 13-પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમના વટહુકમને મંજુરી

અટલ સમાચાર,ડેસ્ક

ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને લઇ મહત્વનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 13 પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂના 200-પોઇન્ટ સિસ્ટમને કાયમ કરવા માટે વટહુકમને મંજૂરી આપી હતી.

કેટલાય સમયથી 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને લઇ ભારે વિવાદ ચાલતો હતો. જોકે ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને રદ કરતા વટહુકમને મંજુરી અપાઇ હતી. જેના કારણે હવે 13-પોઇન્ટ સિસ્ટમના સ્થાને અનામતના જૂની 200-પોઇન્ટ સિસ્ટમ લાગુ પડશે.

આ સાથે, ઉપરાંત, SC/ST/OBCને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં જૂની સિસ્ટમના હિસાબથી અનામતને કાયમ કરવાની મંજૂરી આપી છે. અને દેશમાં 50 નવા કેન્‍દ્રીય વિદ્યાલય બનાવવા માટે કેબિનેટની મંજૂરી મળી આપી છે.