દિલ્હી@મંત્રીમંડળ: મોદી કેબિનેટમાં કોનુ-કોનુ પત્તુ કપાયુ ? જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ ચોકસાઇપૂર્વક પોતાની મંત્રીમંડળ પસંદ કરી છે. દરેક વર્ગની ભાગીદારી હોય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. નવી સરકારનો ચહેરો લગભગ પાંચ વર્ષ જૂના જેવો જ છે. BJP નેતાઓની દલીલ છે કે જોશની ઉપર ઉપર હોશ અને અનુભવને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ઘણા આવા મોટા ચહેરાઓ છે,
 
દિલ્હી@મંત્રીમંડળ: મોદી કેબિનેટમાં કોનુ-કોનુ પત્તુ કપાયુ ? જાણો વધુ

અટલ સમાચાર,ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ ચોકસાઇપૂર્વક પોતાની મંત્રીમંડળ પસંદ કરી છે. દરેક વર્ગની ભાગીદારી હોય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. નવી સરકારનો ચહેરો લગભગ પાંચ વર્ષ જૂના જેવો જ છે. BJP નેતાઓની દલીલ છે કે જોશની ઉપર ઉપર હોશ અને અનુભવને મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ આ વખતે ઘણા આવા મોટા ચહેરાઓ છે, જેઓ કેબિનેટમાં સ્થાન નથી મળ્યું, જે પાછલી સરકારમાં મંત્રી હતા.

અરુણ જેટલી

પાછલી સરકારમાં અરુણ જેટલી નાણામંત્રી હતા. પરંતુ આ સરકારથી તેઓ બહાર છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્યનું કારણ આપીને આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંત્રી નહીં બનાવવાં માટે આગ્રહ કર્યો હતો.

સુષમા સ્વરાજ

2014 માં જ્યારે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની તો સુષમા સ્વરાજને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. સુષમા સ્વરાજે છેલ્લા 5 વર્ષોમાં સારી રીતે કામ કર્યું છે. લોકો સીધા પર ટ્વિટર પર સુષમા પાસે મદદ માગતા હતા અને વિદેશ મંત્રી મદદ માટે હાજર રહેતાં હતાં. પરંતુ આ સરકારમાં સુષમા સામેલ નથી. જોકે તેમણે સ્વાસ્થ્યનું કારણ આપીને ચૂંટણી નહીં લડવા કહ્યું હતું.

સુરેશ પ્રભુ

પાછલા સરકારમાં સુરેશ પ્રભુને પહેલા કેન્દ્રિય રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતાં, ત્યારબાદ તેમને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. પરંતુ હવે નવી સરકારમાં સુરેશ પ્રભુને જગ્યા મળી નથી.

મહેશ શર્મા

મહેશ શર્મા એક વાર ફરી ઉત્તર પ્રદેશની ગૌતમ બુદ્ધનગરથી ચૂંટાઇને ફરી સંસદ પહોંચ્યા છે. પાછલી સરકારમાં મહેશ શર્મા કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી હતા. પરંતુ આ વખતે તેઓ કેબિનેટમાં નથી.

રાજ્યવર્ધન સિંહ રાઠોડ

પૂર્વ ઓલમ્પિયન અને રમત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની સફળતાપૂર્વક કાર્યભાર સંભાળનારા રાઠોડને પણ મંત્રી પરિષદમાં સમાવેશ નથી કરાયો.

જે પી નડ્ડા

મોદી સરકારના ભૂતકાળના કાર્યકાળમાં નડ્ડા આરોગ્ય મંત્રી હતા અને આ વખતે તેમના નામ પણ મંત્રીઓની સૂચિમાં સમાવેશ થતો હતો. જો કે આ વાતની સંભાવના છે કે તેઓ અમિત શાહની જગ્યાએ BJP અધ્યક્ષ બનશે.

જયંત સિન્હા

છેલ્લા 5 વર્ષમાં જયંત સિન્હાએ પહેલા કેન્દ્રિય નાણામંત્રી અને બાદમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. પણ તેમને પણ આ સમયે કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. જયંત સિન્હા ભૂતપૂર્વ BJP નેતા યશવંત સિંહાના પુત્ર છે.

મેનકા ગાંધી

આ વખતે મેનકા ગાંધી સુલતાનપુર લોકસભા બેઠકથી જીતીને સંસદ પહોંચ્યા છે. ગત ચૂંટણીમાં મેનકા પીલીભીત જીતીને આવ્યા હતા અને તેમને કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ સરકારમાં મેનકા ગાંધીને સ્થાન મળી શક્યું નથી.

મનોજ સિન્હા

પાછલી સરકારમાં મનોજ સિંહ મંત્રી હતા અને ગાજીપુરથી ચૂંટાઇને સંસદ પહોંચ્યા હતા, પરંતુ આ વખતે મનોજ સિન્હાને હારનો સામનો કરવો પડ્યો છે,પરંતુ આશા હતી કે તેમને હારવા છતાં મોદી સરકારમાં સ્થાન મળશે.

ઉમા ભારતી

BJPના ફાયર બ્રાન્ડ નેતા ઉમા ભારતીને પણ નવી સરકારમાં જગ્યા મળી નથી. પાછલા સરકારમાં ઉમા ભારતી કેન્દ્રિય મંત્રી હતા. જો કે આ વખતે ઉમા ભારતીએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.

શિવ પ્રતાપ શુક્લ

શિવ પ્રતાપ શુક્લ BJPના મોટા નેતાઓમાં માનવામાં આવે છે. પાછલા સરકારમાં શિવ પ્રતાપ શુક્લ રાજ્ય કક્ષાના નાણામંત્રી હતા. પરંતુ આ વખતે તેઓ કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

રામકૃપાલ યાદવ

પાટલિપુત્ર લોકસભા બેઠક પર લાલુ યાદવની દીકરી મીસા ભારતી સામે હારનારા રામકૃપાલ યાદવ આ વખતે મંત્રીપદ મળ્યું નથી. પાછલી સરકારમાં રામકૃપાલ યાદવ કેન્દ્રિય મંત્રી હતા.

અનંતકુમાર હેગડે

ઉત્તર કન્નડ લોકસભા સીટ પર BJPનો પરચમ લહેરાવનાર અનંતકુમાર હેગડે આ વખતે મંત્રીપદ પર પહોંચી શક્યા નથી. અનંતકુમાર હેગડે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રિય મંત્રી હતા. હેગડે હંમેશાં પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે.