દિલ્હી: સતત બીજા દિવસે 2.7ની તીવ્રતાનો ભૂકંપ, આંચકાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

અટલ સમાચાર, ડેસ્ક દિલ્હીમાં સતત બીજા દિવસે ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે ભૂકંપના આંચકા આવ્યા. સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવતા લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા હતા. ભારતમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી તરફ ભૂકંપના આંચકા આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે અબ્પોરે રિએકટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો
 
દિલ્હી: સતત બીજા દિવસે 2.7ની તીવ્રતાનો ભૂકંપ, આંચકાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીમાં સતત બીજા દિવસે ધરતીકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે ભૂકંપના આંચકા આવ્યા. સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવતા લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા હતા. ભારતમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી તરફ ભૂકંપના આંચકા આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે અબ્પોરે રિએકટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નોંધનીય છે કે રવિવારે પણ આવો જ ભૂકંપ દિલ્હી અને NCRમાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક તરફ કોરોના વાયરસનું સંકટ છે ત્યારે દિલ્હીથી માઠા સમચાર આવ્યા છે. દિલ્હી NCRમાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.5 અનુભવાઇ હતી. આ સાથે જ સતત 5 સેકન્ડ સુધી ધ્રુજારી જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ આ મહામારી વચ્ચે જોરદાર ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. નોંધનીય છે કે લોકડાઉનનાં કારણે મોટાભાગે લોકો પોતાના ઘરમાં છે ત્યારે રવિવારે ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે નોંધનીય છે કે 6થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો જ તેને વધારે ખતરનાક માનવામાં આવે છે.