આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામાં થયેલા આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ હુમલાની કિંમત આતંકવાદીઓએ ચુકવવી પડશે. વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમે સૈનિકોને છૂટ્ટો દોર આપી દીધો છે.
તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશમાં દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. અમે સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણના સૈનિકોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે.
“હું આતંકી સંગઠનો અને તેમના વડાઓને કહેવા માગું છું કે તેઓ મોટી ભૂલ કરી ચુક્યા છે. મોટી કિંમત તમારે ચુકવવી પડશે. હું દેશને ભરોસો અપાવું છું કે હુમલા પાછળ જે તાકાત છે, જે પણ ગુનેગાર છે તેમને તેના કર્યાની સજા ચોક્કસ મળશે. જે અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાઓનો પણ હું આદર કરું છું. ટીકા કરવાનો તેમનો પૂરો અધિકાર છે. ”

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code