File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભા માટે મતદાન 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાયું હતું. આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટના ગણતરીમાં આપને જબરદસ્ત લીડ મળી છે. 70 બેઠકોના રૂઝાનમાં આપને 54, ભાજપને 15 અને કોંગ્રેસ એક બેઠક પર આગળ છે. હાલની સ્થિતિ જોતા આમ આદમી પાર્ટીની જીત લગભગ નક્કી મનાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં તમામ બેઠકો પર સરેરાશ 62.59 ટકા મતદાન થયું હતું. તમામ એક્ઝિટ પોલ્સમાં સત્તાધારી આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે દિલ્હીમાં 22 વર્ષથી સત્તાનો દુષ્કાળ સહન કરી રહેલા ભાજપને આશા છે કે તે આ વખતે સત્તામાં વાપસી કરશે.

પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં તમામ તાકાત ઝોંકી હતી. જ્યારે કોંગ્રેસે દિલ્હીની જનતાને લોભાવવા માટે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વચનો આપ્યાં હતાં. પરંતુ એક્ઝિટ પોલમાં કોંગ્રેસનું એકવાર પણ ખાતું ન ખુલે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code