આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં તીડ આક્રમણને લઇ કૃષિપાકોના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ રાજકીય નેતાઓ તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાની વોટબેંક સાચવવા ખેડુતોને વળતર અપાવવા માટે કેમ આગળ નથી આવતા તેવો આક્રોશ પંથકના ખેડુતોમાં જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ-વાવ-થરાદ-દિયોદર સહિતના પંથકમાં તીડોએ રીતસરનું આક્રમણ કર્યુ છે. જેને લઇ મોડે-મોડે સરકારે દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે તીડ અસરગ્રસ્ત વિસ્તારોની રાજકીય નેતાઓએ મુલાકાત લીધા બાદ હવે ખેડુતોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડુતોનુ માનવુ છે કે, ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાની વોટબેંક સાચવવા વળતર અપાવવામાં કેમ આગળ નથી આવતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તીડનું આક્રમણ થયા બાદ રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુ, સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ ચૌધરી સાથે જિલ્લા ભાજપનું ડેલીગેશન વાવ વિસ્તાર તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરીને ખેડૂતોને માત્ર આશ્વાસન આપ્યું હતું. બીજા દિવસે કોંગ્રેસનું ડેલીકેટ સુઇગામ વાવ વિસ્તારની મુલાકાત કરીને ખેડૂતોના પાક નષ્ટ કરેલ ખેતરમાં ફરીને જાત નિરક્ષણ કરીને રાજ્ય ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code