આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પસાર થતી સુજલામ સુફલામ નહેર પાણી વિના સુકીભઠ બની છે. વરસાદ વિલંબમાં જતા ખેડુતોનો પાક સુકાતો હોઇ પાણી છોડવા માંગણી થઇ રહી છે. પંથકના ખેડુતોએ સરકાર સમક્ષ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નહેરમાં પાણી છોડવા ઉગ્ર માંગ કરતા મામલો ગરમાયો છે.

જગતના તાત ખેડૂતોએ પોતાની જમીન કેનાલ માટે આપેલ જ્યારે સરકાર તરફથી ખેડૂતોને કહેવામા આવ્યુ હતું કે, તમો નહેર માટે જમીન આપો તો કાયમના માટે ના પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે જે કાચી કેનાલમાં પાણી નાખવાથી સચવાઈ રહેશે. કાકરેજ તાલુકા કિસાન સંઘ પ્રમુખ વાઘાભાઈ પટેલ તેમજ મંત્રી મફાભાઈ દેસાઈ વગેરે 30થી 40 ખેડૂતો ભેગા થઈ ખોડલા ખાતે સુજલામ સુફલામ કેનાલમાં જઈ ખેડૂતો પોતાની આપવીતી જણાવી હતી.

સુજલામ સુફલામ કેનાલ કોરી ઢાકોર ભાસી રહી છે અને બોરના ભુગર્ભ જળ ઉંડા 1000થી 1200 ફૂટે જઈ રહ્યા છે. જોકે સરકારે જ્યારે જમીનની કેનાલ માટે માંગ કરી ત્યારે કહ્યું હતું કે ,નર્મદા નિગમની પાકી કેનાલમાંથી સુજલામ સુફલામમાં પાઇપલાઇન મારફતે પાણી નાખવામાં આવશે. પણ હાલ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર ભાજપની, ધારાસભ્ય ભાજપના, સંસદસભ્ય ભાજપના તોય અમારી માંગ પૂરી થઈ નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code