રાધનપુરના લોદરા-મોરવાડા રસ્તા પર રેલ્વે બ્રિજ બનાવવા માંગ ઉઠી

અટલ સમાચાર,રાધનપુર પાટણ જીલ્લાના રાધનપુર થી મહેમદાવાદ જવાના માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પર મોટી સંખ્યામાં રેલ્વેની અવર-જવર રહેતી હોય છે. આ સદર રેલ્વે લાઇન કંડલા લાઇને જોડતી બ્રોડગેજ લાઇન હોવાથી અહી દિવસભર રેલ્વે આવવાના કારણે ફાટક બંધ કરવામાં આવતો હોય છે. દિવસ દરમ્યાન વારંવાર ફાટક બંધ રહેવાથી સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય
 
રાધનપુરના લોદરા-મોરવાડા રસ્તા પર રેલ્વે બ્રિજ બનાવવા માંગ ઉઠી

અટલ સમાચાર,રાધનપુર

પાટણ જીલ્લાના રાધનપુર થી મહેમદાવાદ જવાના માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પર મોટી સંખ્યામાં રેલ્વેની અવર-જવર રહેતી હોય છે. આ સદર રેલ્વે લાઇન કંડલા લાઇને જોડતી બ્રોડગેજ લાઇન હોવાથી અહી દિવસભર રેલ્વે આવવાના કારણે ફાટક બંધ કરવામાં આવતો હોય છે. દિવસ દરમ્યાન વારંવાર ફાટક બંધ રહેવાથી સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. રાધનપુરથી મહેમદાવાદ જતા માર્ગ ઉપર અંદાજીત ત્રીસેક જેટલા ગામડાઓ આવેલા છે. આ ગામોમાંથી ઇમરજન્સી સારવાર માટે આવતા લોકોને પણ ઉતાવળના સમયમાં આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
રાધનપુરથી મહેમદાવાદ જવાના માર્ગ ઉપર રેલ્વે બ્રીજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે તેમ જણાવી જીલ્લા પંચાયત પાટણની મહેમદાવાદની સીટના સદસ્ય જગદીશભાઇ મફાજી ઠાકોરે આ બાબતે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને લેખિત રજુઆત કરી હતી.