અટલ સમાચાર, ચાણસ્મા
ચાણસ્મા તાલુકાના વસાઇ ગામે ગ્રામ પંચાયત સરપંચની બેદરકારી સામે આવી છે. જણાવ્યા મુજબ ગામની ગૌચર જમીનમાં જે દેશી લીલા બાવળ છે તેને ખાનગી રીતે કોઈપણ પરવાનગી વગર કે ફોરેસ્ટ વિભાગને જણાવ્યા વગર ગામના સરપંચ દ્વારા કાપી લઈ બારોબાર વેચી દેવાયા બાબતે ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાણસ્માના વસાઈ ગામના સરપંચે કોઈપણ જાતની પરવાનગી લીધા વિના બાવળો કાપી લઈ બારોબાર ટ્રેક્ટર ભરાવીને લાકડાનુ વેચાણ કરી નાખ્યું છે. ગ્રામજનો દ્વારા અગાઉ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અરજી દ્વારા જાણ કરવામાં આવેલ છે.