રજૂઆત@કોંગ્રેસ: વાવ અને સુઇગામ તાલુકાની કેનાલોમાં પાણી છોડવા માંગ
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠાના સરહદી વિસ્તારના સુઇગામ અને વાવ તાલુકા પંથકમાં પથરાયેલી નર્મદા કેનાલો ચોમાસા ટાંણે પણ સુકીભઠ છે. આથી વાવ તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઝડપથી ખેડુતો માટે કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરાઇ છે. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર દુષ્કાળ હોવા છતાં અછતના કામો નથી થતા તેમજ ઘાસ ડેપો પર પૂરતું ઘાસ પણ મળતું ન
Jun 19, 2019, 17:53 IST

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
બનાસકાંઠાના સરહદી વિસ્તારના સુઇગામ અને વાવ તાલુકા પંથકમાં પથરાયેલી નર્મદા કેનાલો ચોમાસા ટાંણે પણ સુકીભઠ છે. આથી વાવ તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઝડપથી ખેડુતો માટે કેનાલોમાં પાણી છોડવા રજૂઆત કરાઇ છે.
આવેદનપત્રમાં જણાવ્યાનુસાર દુષ્કાળ હોવા છતાં અછતના કામો નથી થતા તેમજ ઘાસ ડેપો પર પૂરતું ઘાસ પણ મળતું ન હોવાની ફરીયાદ કરવામાં આવી છે. વાવ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ મામલતદારને જણાવ્યુ હતુ કે, જો કેનાલોમાં પાણી છોડવામાં નહિ આવે તો નાછૂટકે ખેડૂતોને આમરણાત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે.