પ્રદર્શન: આ કારણથી આજે 30 હજારથી વધારે બેંકના કર્મચારીઓ હડતાળ પર

અટલ સમાચાર, ડેસ્ક અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA)અને ભારતીય બેંક કર્મચારી મહાસંઘે હડતાલમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. AIBEAએ નિવેદનમાં કહ્યું કે લોકસભાએ હાલમાં સંપન્ન સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પસાર કર્યા છે જે સંપૂર્ણ કારોબારના હિતમાં છે. આ પ્રક્રિયામાં 75 ટકા કર્મચારીઓને શ્રમ કાયદા માંથી બહાર કરાયા
 
પ્રદર્શન: આ કારણથી આજે 30 હજારથી વધારે બેંકના કર્મચારીઓ હડતાળ પર

અટલ સમાચાર, ડેસ્ક

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (AIBEA), અખિલ ભારતીય બેન્ક અધિકારી સંઘ (AIBOA)અને ભારતીય બેંક કર્મચારી મહાસંઘે હડતાલમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. AIBEAએ નિવેદનમાં કહ્યું કે લોકસભાએ હાલમાં સંપન્ન સત્રમાં ત્રણ નવા શ્રમ કાયદાને પસાર કર્યા છે જે સંપૂર્ણ કારોબારના હિતમાં છે.

આ પ્રક્રિયામાં 75 ટકા કર્મચારીઓને શ્રમ કાયદા માંથી બહાર કરાયા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈ સંરક્ષણ અપાયું નથી. AIBEA ભારતીય સ્ટેટ બેન્ક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના કર્મચારીઓને છોડીને લગભગ તમામ બેંકોના પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા છે. વિભિન્ન ખાનગી અને સરકારી બેંકો સહિત કેટલીક વિદેશી બંકોના કર્મચારીઓ પણ આમાં સભ્ય છે.

બેંક કર્મચારીના હડતાલનું ફોકસ શ્રમ કાયદાના સિવાય આ બાબતો રહેશે. બેંક કર્મચારીઓની તરફથી બેંકના ખાનગીકરણનો વિરોધ, આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, પૂરતી ભરતીઓ અને મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સની વિરુદ્ધમાં કડક પગલાં, બેંક ડિપોઝીટના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં ઘટાડો જેવી માંગ રખાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

AIBEAમાં 4 લાખ કર્મચારીઓ સામેલ છે. ભારતીય સ્ટેટ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને છોડીને મહારાષ્ટ્રમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો, જૂની પેઢીના ખાનગી ક્ષેત્રની બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો અને વિદેશી બેંકોની 10000 બ્રાંચના 30000 કર્મચારીઓ સામેલ થશે. દેશભરમાં 21 હજાર બ્રાન્ચ બંધ રહેશે. દેશમાં તમામ રાજ્યમાં એક અથવા એથી વધારે ગ્રામીણ બેંકો છે. તેની કુલ સંખ્યા 43 છે. જેમાં લગભગ 21 હજાર શાખાઓના 1 લાખ અધિકારીઓ અને તમામ પ્રકારના કર્મચારીઓ કામ કરી રહ્યા છે.