દિયોદર: લોકડાઉનમાં સહાયના નાણાં ઘરેબેઠાં મળી રહે તે માટે પોસ્ટઓફિસની પહેલ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોને ઘરથી બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જીવનજરૂરીયાતની વસ્તુ લેવા બહાર નિકળો તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવવામાં આવ્યુ છે. જેને લઇ વિધવા સહાય અને વૃધ્ધ સહાયના પૈસા લાભાર્થીઓને ઘરેબેઠાં મળી રહે તે માટે દિયોદર પોસ્ટ ઓફિસ દ્રારા નવી પહેલ
 
દિયોદર: લોકડાઉનમાં સહાયના નાણાં ઘરેબેઠાં મળી રહે તે માટે પોસ્ટઓફિસની પહેલ

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના વાયરસને લઇ દેશભરમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોને ઘરથી બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જીવનજરૂરીયાતની વસ્તુ લેવા બહાર નિકળો તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવવામાં આવ્યુ છે. જેને લઇ વિધવા સહાય અને વૃધ્ધ સહાયના પૈસા લાભાર્થીઓને ઘરેબેઠાં મળી રહે તે માટે દિયોદર પોસ્ટ ઓફિસ દ્રારા નવી પહેલ કરવામાં આવી છે. જેમાં જે તે સહાયની રકમ સીધા લાભાર્થીના ઘરે જઇને આપવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાં જીલ્લાના દિયોદરની પોસ્ટઓફીસ દ્રારા લોકડાઉનમાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું જણાવી રહી છે. જેને લઇ ભારતીય ટપાલ વિભાગ દિયોદર તાલુકાની પોસ્ટ ઓફિસમાં વિધવા સહાય અને વૃધ્ધા સહાય ના નાણાં પોસ્ટઓફિસ મારફતે ઘરેબેઠાં મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સોસશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લોકોની સેવા પણ થઈ શકે.