આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ, (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જીલ્લામાં બે મિત્રો વચ્ચેની અભદ્ર ચર્ચાનો ઓડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. એકદમ ખરાબ કહી શકાય તેવા શબ્દો મજાકના મૂડમાં મોબાઇલમાં બોલી રહ્યાનું સામે આવ્યુ હતુ. જેમાં સદારામ બાપા અંગે ટિપ્પણી કરતા ઠાકોર સમાજમાં ભારોભાર રોષની લાગણી ઉભી થતા ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા દિયોદર પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી પોલીસ તંત્ર દ્વારા આવાં તત્વો વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ છે.

drda inside meter add

ઉત્તર ગુજરાતના બે અલગ-અલગ ગામના મિત્રોએ મોબાઇલમાં કરેલી વાતચીતનો ઓડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. દરબાર અને ક્ષત્રિય ઠાકોર સમાજના બે મિત્રો હસવા-હસવામાં એકબીજાથી ચડીયાતા બતાવી રહ્યા છે. જેમાં એકબીજા ઉપર ગંદા શબ્દોમાં પ્રહાર કરી મોટા થવાની ભડાશ કરતા છેવટે સામાજીક ટકરાવ થાય છે. વાતચીતમાં અચાનક સદારામ બાપુનુ નામ લઇ ટિપ્પણી કરતા સંભળાય છે.

આ પ્રસંગે ડો.ગોવિંદજી ઠાકોર, ડો,કનુજી સોલંકી, ભરતજી એડવોકેટ, અનુપજી પત્રકાર, ભૂરાજી ઠાકોર, દશરથજી ઠાકોર પત્રકાર, શ્રવણજી ઠાકોર ટાઇગર ઓફ બી.કે ગુર્પ વાળા, અભેસિંહ ઠાકોર, રણછોડજી ઠાકોર, જોરાજી ઠાકોર, મનુજી ઠાકોર, જગદીશજી ઠાકોર, વિનોદજી ઠાકોર પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મુકેશજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર સહિત ઠાકોર સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code