દિયોદર: તાલુકા પંચાયતની મિટિંગમાં ડેટોલ સાબુની કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં આજે વહીવટી મીટીંગ દરમિયાન તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એસ.જી. ઢુકા દ્વારા આજે તાલુકા પંચાયતના કર્મચારીઓની કોરોના વાયરસની કામગીરી ટીમના મીટીંગમા કોરોના વાયરસની વિગત માહિતી આપી હતી. આ સાથે કર્મચારીઓ કોરોના વાયરસની કામગીરીમા ફિલ્ડમાં ફરતા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુઓ ને અડકીએ તો સાબુથી હાથ
 
દિયોદર: તાલુકા પંચાયતની મિટિંગમાં ડેટોલ સાબુની કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં આજે વહીવટી મીટીંગ દરમિયાન તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એસ.જી. ઢુકા દ્વારા આજે તાલુકા પંચાયતના કર્મચારીઓની કોરોના વાયરસની કામગીરી ટીમના મીટીંગમા કોરોના વાયરસની વિગત માહિતી આપી હતી. આ સાથે કર્મચારીઓ કોરોના વાયરસની કામગીરીમા ફિલ્ડમાં ફરતા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુઓ ને અડકીએ તો સાબુથી હાથ ધોઈને તમારી પોતાની આરોગ્યની કાળજી રાખવા અપીલ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિયોદર: તાલુકા પંચાયતની મિટિંગમાં ડેટોલ સાબુની કીટનું વિતરણ કરાયું

બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકાના પંચાયતમાં અને સાવચેતીના ભાગરૂપે ડેટોલ સાબુની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિટિંગમાં તાલુકા પંચાયતના ટીડીઓ એસ જી. ઢુકા, નાયબ ટીડીઓ પી આર દવે, મદદનીશ ટીડીઓ (આઈઆરડી) અલકાબેન શ્રીમાળી, એ. એમ. ચૌરાશિયા, એસ. વી જાની, ટીપીઓ અશ્વિનભાઈ પટેલ, તથા કર્મચારીઓ હજાર રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મિટિંગમાં એક નવતર પ્રયોગ પ્રમાણે તાલુકા પંચાયતના તમામ સાથી કર્મચારીઓને એક ડેટોલ સાબુની કીટ આપી “સ્વચ્છ રહો સ્વસ્થ રહો” અને તમારા પરિવાર, મિત્રો અને સંબંધી અને લોકોને કોરોનાથી બચાવવા સ્વયંભૂ લોકડાઉન મા રહી રાષ્ટ્ર, દેશ, અને રાજ્ય ને કોરા વાયરસથી બચાવવા અપીલ કરી હતી.