દિયોદર: બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ઉમટ્યા

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બાબા રામદેવપીર મંદિર ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ત્રીદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા માહોલ ભક્તિમય બન્યો હતો. જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટય, વિજય ધજારોપણ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દ્વિતીય દિવસે દિયોદર નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દિયોદર: બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ઉમટ્યા

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બાબા રામદેવપીર મંદિર ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ત્રીદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા માહોલ ભક્તિમય બન્યો હતો. જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટય, વિજય ધજારોપણ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દ્વિતીય દિવસે દિયોદર નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિયોદર: બાબા રામદેવપીરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ઉમટ્યા

આ શોભાયાત્રા જુના બસસ્ટેશન, રેલવે સ્ટેશન, હાઇવે વિસ્તારમાં ફરી અને રાત્રીના સમય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ત્રિતિય દિવસે પૂર્વ દેવ સ્થાપિત પૂજન, સન્માનતા, મૂર્તિ સ્થાપના વગેરે અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભક્તો બાબા રામદેવપીર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટી પડ્યા હતા.