દિયોદરઃ લોકડાઉન વચ્ચે જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, દિયોદર કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં અપાયેલા 21 દિવસના લોકડાઉનના પગલે અનેક જગ્યાએ રોજિંદી મજૂરી કરી જીવનનો ગુજારો કરતા શ્રમિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા દાનવીરો અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દિયોદર તાલુકાના ફોરણા ગામમાં જરૂરિયાત મંદોને અનાજની
 
દિયોદરઃ લોકડાઉન વચ્ચે જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, દિયોદર

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં અપાયેલા 21 દિવસના લોકડાઉનના પગલે અનેક જગ્યાએ રોજિંદી મજૂરી કરી જીવનનો ગુજારો કરતા શ્રમિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા દાનવીરો અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે.

દિયોદરઃ લોકડાઉન વચ્ચે જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિયોદર તાલુકાના ફોરણા ગામમાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફોરણા ગામના અને ભામાશા તરીકે નામના ધરાવતા શેઠ પારસમલજી હસ્તીમલજી લુકડ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કર્મભૂમિ મહારાષ્ટ્રના પૂના હોવા છતાં વર્તમાન સંજોગોમાં પોતાના વતનની ચિંતા કરીને જરૂરિયાત મંદોને મદદ કરી છે.

દિયોદરઃ લોકડાઉન વચ્ચે જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરાયું

જરૂરિયાત વાળા લોકોને ગામની પી.એચ.લુકડ વિદ્યાલયમાં વર્તમાન સ્થિતિ અનુસાર ભીડ ન થાય તે રીતે સામાજિક અંતર જાળવીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અગાઉ પણ જરૂરિયાતના સમયે શેઠ પારસમલજી હસ્તીમલજીએ સેવાકિય પ્રવૃત્તિઓમાં આર્થિક ઉદારતા દાખવીને વતનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો છે.