મનામણા@દિયોદર: ઠાકોર સમાજ સાથે રૂપાણીની બેઠક, કેશાજી રડી ગયા !

અટલ સમાચાર, દિયોદર બનાસકાંઠા લોકસભા બેઠક કબજે કરવા વારાફરતી ભાજપના આગેવાનો સભાઓ અને બેઠકો ગજવી રહ્યા છે. ઠાકોર સમાજના મતદારોને પાર્ટી તરફી કરવા ખુદ મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા છે. ગુરુવારે દિયોદરમાં બેઠક દરમિયાન પૂર્વ મંત્રી કેશાજી રડી ગયાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને ભાજપ તરફી કરવા રાજકીય દાવપેચ અને મનામણા શરૂ થયા છે.
 
મનામણા@દિયોદર: ઠાકોર સમાજ સાથે રૂપાણીની બેઠક, કેશાજી રડી ગયા !

અટલ સમાચાર, દિયોદર

બનાસકાંઠા લોકસભા બેઠક કબજે કરવા વારાફરતી ભાજપના આગેવાનો સભાઓ અને બેઠકો ગજવી રહ્યા છે. ઠાકોર સમાજના મતદારોને પાર્ટી તરફી કરવા ખુદ મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા છે. ગુરુવારે દિયોદરમાં બેઠક દરમિયાન પૂર્વ મંત્રી કેશાજી રડી ગયાનું સામે આવ્યું છે.

ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજને ભાજપ તરફી કરવા રાજકીય દાવપેચ અને મનામણા શરૂ થયા છે. ભાજપે કેશાજી ચૌહાણને ટિકિટ નહીં આપતા નારાજ સમર્થકોને મનાવવા બેઠક થઈ છે. મુખ્યમંત્રી રૂપાણીએ દિયોદરમાં ઠાકોર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

જેમાં પૂર્વ મંત્રી અને ઠાકોર આગેવાન કેશાજી ચૌહાણની નારાજગી રુદન મારફત બહાર આવી ગઈ હતી. આ દરમિયાન ભાજપ આગેવાન કેશાજી રીતસર રડી ગયા હતા. રૂપાણી કોઈપણ સંજોગોમાં ઠાકોર સમાજના મતો અંકે કરવા તલપાપડ હોઈ સામાજિક બેઠકો વધારી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બનાસકાંઠા લોકસભામાં ત્રિપાંખિયો જંગ હોવાથી ઠાકોર મતો નિર્ણાયક બને તેમ છે. ભાજપની હાર-જીત માટે ઠાકોર મતો જવાબદાર થવાની પ્રબળ સંભાવના છે.