આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર

દિયોદર તાલુકાના રવેલ ગામની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દિયોદર પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અપંગ મહિલા પોતાની જમીન ઉપર અન્ય લોકોએ વાવેતર કેમ કર્યું તેમ કહેવા જતાં ધમકી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રવેલ ગામનાં ભીખીબેન ઠાકોર પરિવાર સાથે સરદારપુર ગામે ભાગિયા તરીકે કામ કરે છે. પોતાની માલિકીની જમીન હોવાથી અપંગ મહિલા તેમના પતિ સાથે રવેલ ગયા હતા. જ્યાં બે ઈસમોએ ખોટી રીતે જમીન ઉપર એરંડાનું વાવેતર કર્યું હોવાથી ઠપકો આપવા ગયા હતા.

આ દરમિયાન અન્ય ઈસમોએ ઉશ્કેરાઈ જઇ જમીન નહીં આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે અપંગ મહિલાએ દિયોદર પોલીસ સ્ટેશને ભાવાજી ઉર્ફે અભાજી ઠાકોર અને પ્રેમાજી સોનાજી ઠાકોર સામે ફરિયાદ આપતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code