આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

બનાસકાંઠા જિલ્લામાં દિયોદર પંથક એટલે આસ્થા, ભક્તિ, અને પૂનારથનું કાર્ય માટે મશહૂર નગર ગણાય છે. દિયોદર નગરમાં બહેનો દ્વારા ભક્તિ મંડળીમાં દરરોજ ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે આ ગૌ મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોની મદદથી ઘઉં, તેલ, ગોળ, ખાંડ, વગેરે સ્વેચ્છાએ આપીને દર અઠવાડિયે કૂતરાઓ માટે લાડું બનાવવાનું કામ આ મહિલા ભક્ત મંડળ ચલાવી રહ્યા છે.

200 કિલોના લાડું અત્યારે, દિયોદર ગૌ મહિલા મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવે છે. સાથે રસોઈ બનાવતા આ રામભાઈ રસોયા પણ નિઃસ્વાર્થ સેવાઓ આપી લાડું બનાવી આપે છે. આ મહિલા ભક્ત મંડળમાં કમળાબેન, મોંઘીબેન, નિલમબેન, હીરાબેન, રીટાબેન મહિલાઓ દ્વારા સરહાનિય કામગીરી કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

 દિયોદર ગૌ મહિલા મંડળ બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્ચાનો માટે લાડું બનાવવાનું કામ સહિયારો શ્રમદાન દ્વારા અવિરત સેવાઓ આપે છે. અને દિયોદર નગરના શ્ચાનો માટે જાતે લાડું બનાવી શિયાળામાં શેરીએ-શેરીએ કૂતરાઓ માટે લાડું પહોંચાડી પુણ્યનું કામ કરી રહ્યા છે. આવા કાર્યથી દિયોદર નગરજનોમા સેવા કાર્ય કરવાની પ્રેરણા મળે છે અને બીજી પેઢીના લોકો આ કાર્ય કરાવા પ્રેરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code