દિયોદર: પલ્સર પર આવી ચીલઝડપ કરતા બે શખ્સોને પોલીસે દબોચ્યા

અટલ સમાચાર. દિયોદર(કિશોર નાયક) દિયોદર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી જેલ હવાલે કર્યા છે. આ બંને આરોપી ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા છે. બંને આરોપી પલ્સર બાઇક પર આવીને લોકોના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઇ જતા હતા. દિયોદર અને ભાભરના ચોરીના ગુનામાં બંનેની સંડોવણી ખુલી છે.પલ્સર બાઈક સાથે બે આરોપીને દિયોદર પોલીસે
 
દિયોદર: પલ્સર પર આવી ચીલઝડપ કરતા બે શખ્સોને પોલીસે દબોચ્યા

અટલ સમાચાર. દિયોદર(કિશોર નાયક)

દિયોદર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીને દબોચી જેલ હવાલે કર્યા છે. આ બંને આરોપી ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા છે. બંને આરોપી પલ્સર બાઇક પર આવીને લોકોના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઇ જતા હતા. દિયોદર અને ભાભરના ચોરીના ગુનામાં બંનેની સંડોવણી ખુલી છે.પલ્સર બાઈક સાથે બે આરોપીને દિયોદર પોલીસે ઝડપી પાડ્યા છે.દિયોદર અને ભાભરમાં થતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે અયોધ્યાનગર પાસે એક મહિલા રીક્ષામાંથી ઉતરીને જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ સોનાના દોરાની તફડંચી કરી હતી જેનો ભેદ ઉકેલવા પોલીસ કામે લાગી હતી ત્યારે ગત રોજ દિયોદરમાં વાહન ચેકીગની કામગીરી ચાલી રહી હતી ત્યારે બે શકમંદો દેખાતા તેમનો પીછો કરી અટક કરાઇ હતી. જેમની વધુ પુછપરછ કરાતા તેમણે ગત ૨૦-૧૧-૧૯ના રોજ કરેલી તફડંચીની કબુલાત કરી હતી. જેમના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.