દિયોદરઃ તાલુકા પંચાયત કચેરીનું 6.32 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તારીખ 27/2/2020 ના રોજ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં વર્ષ 2020 અને 21 નું પુરાત વાળું અંદાજપત્ર રજૂ કરતા સર્વાનુમતે 6.32 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા પંચાયત કચેરી મીટીંગ હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ ચિત્રલેખા કુંવરબા પ્રવિણસિંહ વાઘેલા ની ઉપસ્થિતમાં વર્ષ 2020 અને 21 નું પૂરાતવાળું અંદાજપત્ર રજૂ કરતા 6.32 કરોડ નું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વર્ષ દરમિયાન શિક્ષણ, પશુપાલન, ખેતી, તાલુકા વિકાસના કામો વગેરે અંતર્ગત ખર્ચને અંદાજ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એસ જી ઢુંકા, પ્રવિણસિંહ વાઘેલા, બળવતજી ઠાકોર, માનજીભાઈ જોષી, તાલુકા પંચાયત દિયોદરના નાયબ ટીડીઓ પી.આર દવે, જ્યંતીભાઈ, મદદનીશ ટીડીઓ(IRD) અલ્કાબેન શ્રીમાળી વગેરે સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.