આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર

શાળાના શિક્ષિકા કામિનીબેન મકવાણાની કૃતિ ”એક વાર્તા કહું’ ની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2018-19 માટે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો.જેમાં દિયોદર પ્રાથમિક શાળા નંબર – ૨ ના શિક્ષિકા કમિનીબેન મકવાણાની કૃતિનો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો છે. આથી જિલ્લાનું ગૌરવ વધારવા માટે  2થી 5 જાન્યુઆરી સુધી આણંદ ખાતે યોજાનાર રાજયકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેશે. કામિનીબેને શિક્ષણની સાથે સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા  બાળકોને સાહિત્ય ખેડાણ  માટે માર્ગદર્શન પૂરું પાડી કવિતા સર્જન અને વાર્તા સર્જન કરાવેલ છે. જેની નોંધ નેશનલ કક્ષાની સાહિત્યની વેબસાઈટ WWW.STORYMIRROR.COM એ લીધી છે.  જ્યાં આ શાળાના બાળકોની રચનાઓ  સ્થાન પામી છે. જેને દુનિયાભરના લોકો દુનિયાના ગમે તે ખૂણે થી જોઈ, વાંચી, લાઈક, કોમેન્ટ અને શેર કરી શકે છે.  શાળાના ત્રણ બાળકોને રોકડ ઇનામ અને બાકીના ૮૫ બાળકોને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે.  સાહિત્ય સર્જન અને ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા NCERTના નવીન અધ્યયન નિષ્પતિ આધારિત  અભ્યાસક્રમની ૨૫ થી પણ વધુ નિષ્પત્તિઓને સિદ્ધ કરવાનો  શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવ્યો છે.
25 Sep 2020, 2:04 AM (GMT)

COVID-19 Global Stats

32,483,168 Total Cases
988,901 Death Cases
23,977,927 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code