આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સંત એવા સદારામ બાપાને આખા વિશ્વમાં સૌ લોકો જાણે છે. સદારામ બાપાને એવો નિયમ હતો કે, ઠાકોર સમાજમાં વ્યસન બહુ વધી ગયા હતા જેના કારણે બાપાએ એકજ વિચાર કર્યો કે, ઠાકોર સમાજને વ્યસન મુક્તિ કરું પણ સાથે સાથે દરેક સમાજને વ્યસન મુક્તિ કરવાનું નક્કી કર્યું હતું. સંત સદારામ બાપાને એવા મોટા ભાગની સફળતા મળી હતી અને હજારો લોકોને વ્યસન મુક્તિ કર્યા હતા. સંત સદારામ બાપાની 111મી જન્મજયંતિની ઠાકોર સમાજના અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોએ પહેલાં પણ દિયોદર ખાતે સંત સદારામ બાપાની હયાતીમાં જન્મજયંતિની ઉજવણી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમસ્ત ઠાકોર સમાજ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવાની છે. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને એક લાખ ચોપડાંઓનું વિતરણ, શૈક્ષણિક કિટો સાથે સમાજના યુવાન, યુવતીઓ વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ તા. 9-3-2020ને સોમવારે ફાગણ સુદ પૂનમના દિવસે બાપાની 111મી જન્મજયંતિની ઉજવણી કરવાની છે.

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેના સાથે સમસ્ત ઠાકોર સમાજ હાર્દિક આમંત્રણ પાઠવે છે ત્યારે આ કાર્યક્રમ માં પૂજ્ય દાસબાપુ ટોટાણા વાળા ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોર, ભરતસિંહ ડાભી પાટણ સાંસદ, લીલાધર વાઘેલા પૂર્વ સાંસદ, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર બહુચરાજી ધારાસભ્ય, ધવલસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સમાજ ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોર સમાજની એક સાથે 2100 દીકરીઓના સમૂહ લગ્ન કરનાર વીર ભામાશા ભાવસિંહ રાઠોડ, લવીંગજી ઠાકોર સહિતના ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ બાપાની જન્મજયંતિની નિમિતે હાજરી આપશે. ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે
.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code