દિયોદર: ચીભડા ગામેથી રૂ.5.56 લાખના વિદેશીદારૂ સાથે બે ઇસમોની અટકાયત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) પ્રદીપ સુજળ પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સુચના તથા પી.એચ.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક તથા વાય.એમ.મિશ્રા સર્કલપો.ઇન્સ શિહોરીના માર્ગદર્શન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગે.કા.પ્રવૃતિ સદનતર નેસ્ત નાબુદકરવા સુચના કરતાં પી.ડી.સોલંકી પી.એસ.આઇ, અ.હેડ.કોન્સ.રમેશભાઇ, અ.હેડ.કોન્સ ભરતસિંહ ,અ.પો.કોન્સ હીરાભાઇ,અ.પો.કો પ્રવીણકુમાર, આ.પો.કોન્સ.અરવિદસિંહ તથા ડ્રા.પો.કોન્સ દલસંગજી સાથે અલગ-અલગ વાહનોથી પેટ્રોલીગમાં હતા. આ દરમ્યાન બાતમી મળેલ કે એક
 
દિયોદર: ચીભડા ગામેથી રૂ.5.56 લાખના વિદેશીદારૂ સાથે બે ઇસમોની અટકાયત

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

પ્રદીપ સુજળ પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સુચના તથા પી.એચ.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક તથા વાય.એમ.મિશ્રા સર્કલપો.ઇન્સ શિહોરીના માર્ગદર્શન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગે.કા.પ્રવૃતિ સદનતર નેસ્ત નાબુદકરવા સુચના કરતાં પી.ડી.સોલંકી પી.એસ.આઇ, અ.હેડ.કોન્સ.રમેશભાઇ, અ.હેડ.કોન્સ ભરતસિંહ ,અ.પો.કોન્સ હીરાભાઇ,અ.પો.કો પ્રવીણકુમાર, આ.પો.કોન્સ.અરવિદસિંહ તથા ડ્રા.પો.કોન્સ દલસંગજી સાથે અલગ-અલગ વાહનોથી પેટ્રોલીગમાં હતા.

દિયોદર: ચીભડા ગામેથી રૂ.5.56 લાખના વિદેશીદારૂ સાથે બે ઇસમોની અટકાયત

આ દરમ્યાન બાતમી મળેલ કે એક ટ્રેક્ટર ટ્રોલીમાં છાણીયા ખાતર નીચે ભારતીય બનાવટનો ભરી આવનાર છે. જે હકીકત આધારે વોચ દરમ્યાન વર્ધાભાઇ બાજરાભાઇ એપા રહે.લેડાઉ તા.થરાદ જી.બનાસકાંઠા, હરજીભાઇ ઉર્ફ હરીશ લાલાજી વણકર રહે.નાની વિરોલ તા.સાંચોર જી.જાલોર(રાજ)એ પોતાના કબ્જા ભોગવટના ટ્રેક્ટર નંબર.G.J.23.B.4266 વાળીના નંબર વગરની બ્લયુ કલરની ટ્રોલીમાં છાણીયા ખાતર નીચે ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ -116 કુલ બોટલ નંગ 5568 કુલ કિ.રૂ.5,56,800નો સંતાડી રાખી તથા ટ્રેક્ટરની કિ.રૂ1,50,000 તથા ટોલીની કિ.રૂ 50,000 તથા મોબાઇલ નંગ -2 કિ.રૂ.7500 સાથે મળી કુલ રૂ.7,64,300 ના મુદ્દામાલ સાથે બંન્ને મળી આવેલ તેમજ સદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગણપતભાઇ રેવાભાઇ પરમાર રહે બ્લોચપુર તા.કાંકરેજ વાળાને આપવાનો હતો જે તમામ મુદ્દામાલ કબ્જે લઇ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી બંન્ને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.