ગુજરાત બજેટ: રાજ્યને નવા 75 ફ્લાયઓવર, વિધવા પેન્શનમાં વધારો

અટલ સમાચાર,ગાંધીનગર ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નિતીનભાઇ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે. નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.ખેડૂતોને સિંચાઇ માટે મહત્તમ પાણી મળે અને
 
ગુજરાત બજેટ: રાજ્યને નવા 75 ફ્લાયઓવર, વિધવા પેન્શનમાં વધારો

અટલ સમાચાર,ગાંધીનગર
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નિતીનભાઇ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેટ રજૂ કર્યુ છે.
નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.ખેડૂતોને સિંચાઇ માટે મહત્તમ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.’ રાજ્ય સરકારના બજેટમાં નવા ફ્લાયઓવર, વૃદ્ધ પેન્સનમાં વધારો સહિતની જાહેરાત કરાઇ છે. નીતિન પટેલે જણાવ્યું કે, ‘અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છે. 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે.

બજેટમાં કરાયેલી જાહેરાતો
-16.27 લાખ ખેડૂતોને 1557ની ઇનપુટ સહાય આપવામાં આવશે
– આશા વર્કર બહેનોના પગારમાં માસિક 2000 વધારો કરાયો તેમને યુનિફોર્મ તરીકે સાડી અપાશે.
– વિધવાબહેનોને માસિક 1250 રૂપિયા પેન્શન મળશે
– પુત્ર 21 વર્ષનો થતા પેન્શન મળતું ન હતું એ શરત રદ કરાઈ
– આંગણવાડી કાર્યકરોના પગારમાં 900નો વધારો હવે 7200 કરાયો
– વૃદ્ધ પેન્શન 500થી વધારીને 750 રૂપિયા કરાયું છે.
– રાજ્ય સરકારે ખેડૂતો ને મળતી વ્યાજ સહાય એક સાથે મળી રહે તે માટે 500 કરોડ નું રિવોલવિંગ ફંડ ઉભું કરાશે.
-પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોનાં પરિવારને 150 રૂપિયાને બદલે પ્રતિદિન 300 રૂપિયા અપાશે.

– અમદાવાદથી શંખેશ્વર સુધી103 કિલોમીટર 20કરોડના ખર્ચે પગદંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલર પાર્ક બનશે.

– બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

– મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનું સુરક્ષા કવચ મળશે.

-રાજ્યમાં કુલ 75 ફ્લાયઓવર બનાવાશે, રાજયની મહાનગર પાલિકા વિસ્તારમાં 54 અને નગરપાલિકા વિસ્તારમાં 21 એમ કુલ 75 ફ્લાય ઓવર બનાવવામાં આવશે.
-જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 10, બરોડામાં 8, રાજકોટમાં 8, જામનગરમાં 3, ભાવનગરમાં 3 અને જૂનાગઢમાં 2 ફ્લાય ઓવર બનશે.
– આ ઉપરાંત દાહોદ, ગોધરા, ભુજ, મહેસાણા, પાટણ, ડીસા, આણંદ, પાલનપુર, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ- વાપી, હિંમતનગર, મોરબી અને વેરાવળ મળી કુલ 75 ફ્લાય ઓવર બનાવાશે

– વીજ બિલનાં મુદ્દલ, વ્યાજ અને પેનલ્ટીની તમામ બાકી રકમ માફ

– ગુજરાત બજેટ 2019માં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 97.85 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.