દેશઃ તાજ હોટલના કર્મચારીએ એવું તો શું કર્યું કે રતન ટાટાએ પણ વખાણ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક વરસાદ લોકો માટે પરેશાની લઈને પણ આવે છે. આવું જ એક ઉદાહરણ મુંબઈની તાજ હોટલના કર્મચારીએ પૂરું પાડ્યું છે. શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ કર્મચારીઓ એવું કામ કર્યું હતું કે, ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું પણ તેના તરફ ધ્યાન ગયું હતું. રતન ટાટાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક તસવીર
 
દેશઃ તાજ હોટલના કર્મચારીએ એવું તો શું કર્યું કે રતન ટાટાએ પણ વખાણ કર્યા

અટલ સમાચાર, ડેસ્ક

વરસાદ લોકો માટે પરેશાની લઈને પણ આવે છે. આવું જ એક ઉદાહરણ મુંબઈની તાજ હોટલના કર્મચારીએ પૂરું પાડ્યું છે. શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ કર્મચારીઓ એવું કામ કર્યું હતું કે, ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું પણ તેના તરફ ધ્યાન ગયું હતું. રતન ટાટાએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં મુંબઈની તાજ હોટલનો એક કર્મચારી રખડતા શ્વાનને વરસાદથી બચાવવા માટે છત્રી લઈને ઊભો છે. કર્મચારીના આ દયાભાવે ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું ધ્યાન ખેચ્યું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રતન ટાટાએ લખ્યું છે કે, “આ ચોમાસા દરમિયાન જેમનું કોઈ ન હોય તેવા લોકો સાથે આરામ વહેંચવો. તાજનો આ કર્મચારી ખૂબ જ દયાળું છે. તેણે પોતાની છત્રી રખડતા શ્વાન માટે શેર કરી છે, જ્યારે વરસાદ ખૂબ વધારે હતો. મુંબઈની ભાગદોડ વચ્ચે હૃદયને સ્પર્શી જતી એક ક્ષણ. આ પ્રકારનો ભાવ રખડતા પશુઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.”રતન ટાટાની આ પોસ્ટ પર તેમના અનેક ફોલોઅર્સ કૉમેન્ટ કરી રહ્યા છે. લોકો તાજના કર્મીને ખૂબ જ માયાળું ગણાવી રહ્યા છે. એક યૂઝરે પોસ્ટ કૉમેન્ટ કરીને લખ્યું છે કે, “સર, તાજનો આ કર્મચારી પોતાના દયાભાવ માટે પગાર વધારા અથવા કંઈક ખાસ મેળવવાનો હકદાર છે.