સરકારે કાયદાથી દૂર કર્યા છતાં દૂધસાગર ડેરીમાં વિપુલ ચાૈધરીનો દબદબો

અટલ સમાચાર, મહેસાણા દૂધસાગર ડેરીમાં રાજ્ય સરકારે જોગવાઈ-નિયમો અને કાયદાકીય કલમોનો ઉપયોગ કરી વિપુલ ચાૈધરીને દૂર કર્યા છે. આથી સંઘનુ સુકાન મહિલાને મળ્યું છે. જોકે આ બધી બહાર દેખાતી હકીકત છે. અંદરની વાત એવી છે કે, ચેરમેન-એમડી સહિતનાએ વિપુલ ચાૈધરીનો આદેશ લેવો જ પડે તેવી પકડ આજે પણ જમાવેલી છે. સંઘમાં ન હોવાછતાં વિપુલભાઈ સર્વેસર્વા
 
સરકારે કાયદાથી દૂર કર્યા છતાં દૂધસાગર ડેરીમાં વિપુલ ચાૈધરીનો દબદબો

અટલ સમાચાર, મહેસાણા

દૂધસાગર ડેરીમાં રાજ્ય સરકારે જોગવાઈ-નિયમો અને કાયદાકીય કલમોનો ઉપયોગ કરી વિપુલ ચાૈધરીને દૂર કર્યા છે. આથી સંઘનુ સુકાન મહિલાને મળ્યું છે. જોકે આ બધી બહાર દેખાતી હકીકત છે. અંદરની વાત એવી છે કે, ચેરમેન-એમડી સહિતનાએ વિપુલ ચાૈધરીનો આદેશ લેવો જ પડે તેવી પકડ આજે પણ જમાવેલી છે. સંઘમાં ન હોવાછતાં વિપુલભાઈ સર્વેસર્વા હોવાનું સામે આવ્યું છે.

સરકારે કાયદાથી દૂર કર્યા છતાં દૂધસાગર ડેરીમાં વિપુલ ચાૈધરીનો દબદબોછેલ્લા કેટલાય મહિનાઓની કવાયતને અંતે રાજ્ય સરકારે જનસમૂહની નજરે વિપુલ ચાૈધીને સત્તાથી દૂર કર્યા છે. આ પછી નવી ચુંટણીમાં આશાબેન ઠાકોર ચેરમેન તરીકે પસંદ થયા હતા. નવી પસંદગી પાછળ વિપુલ ચાૈધરીના દિશાનિર્દેશ રહ્યા હતા. આ સાથે ચેરમેન અને વાઈસ ચેરમેન સહિતના સદસ્યોએ સત્તામાં ન હોવાછતાં વિપુલ ચાૈધરીનો આભાર માન્યો હતો.

આ પછી તબક્કાવાર સંઘની કાર્યવાહીમાં કાગળ ઉપર વિપુલ ચાૈધરી દેખાતા નથી. જોકે અંદરની હકીકત એવી છે કે સંઘના તમામ નિર્ણયોમાં ચેરમેન અને એમ.ડી. વિપુલ ચાૈધરીનો અભિપ્રાય જરુર મેળવી રહ્યા છે.

રાજ્ય સરકારે વિપુલ ચાૈધરીને હટાવી સત્તાની સાઠમારી ખેલી પરંતુ આજેપણ દૂધ મંડળીથી લઈ સંઘના સત્તાધીશો વચ્ચે વિપુલભાઈ ચાૈધરીનો દબદબો યથાવત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચુંટાયેલી બોડી અને અધિકારીઓ સરકારી કે રાજકીય ગતિવિધિઓ અંગે વિપુલ ચાૈધરીને અવગત કરવાનું ચુકતા નથી. આ સાથે સહયોગની એજન્સીઓ આપવાથી લઈ નાણાકીય બાબતોમાં વિપુલ ચાૈધરી હુકમનો એક્કો હોવાનું સામે આવ્યું છે.

રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, ચેરમેનની જગ્યાએ હવે પડદા પાછળ રહી વિપુલ ચાૈધરી વધુ સશક્ત રહેવા સાથે સમય કાઢી અન્ય કામો પાર પાડી રહ્યા છે. જોકે, રાજ્ય સરકારને પણ આ બાબતે ખ્યાલ આવી ગયો હોઈ સરકારી અને રાજકીય રાહે આજેપણ સંઘની ગતિવિધી ઉપર બાજનજર રાખેલી છે.