વિનાશકારી વાવાઝોડાંના કારણે મોઝામ્બિકમાં 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક મોઝામ્બિકમાં ગત સપ્તાહે આવેલા ભયંકર અને વિનાશકારી વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે. અહીં ડઝનથી વધુ લોકોનાં મોત થયા છે, અને 200થી વધુ લોકો ગુમ છે. ગુરૂવારથી ત્રાટકેલાં ઇદાઇ વાવાઝોડાંએ
 
વિનાશકારી વાવાઝોડાંના કારણે મોઝામ્બિકમાં 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા

અટલ સમાચાર, ડેસ્ક

મોઝામ્બિકમાં ગત સપ્તાહે આવેલા ભયંકર અને વિનાશકારી વાવાઝોડાંના કારણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 1,000થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. વાવાઝોડાંથી ઝિમ્બાબ્વેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે. અહીં ડઝનથી વધુ લોકોનાં મોત થયા છે, અને 200થી વધુ લોકો ગુમ છે. ગુરૂવારથી ત્રાટકેલાં ઇદાઇ વાવાઝોડાંએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે. ભારે પવન અને પૂરના કારણે જાનમાલને નુકસાન થયું છે. પૂરના પાણીમાં અનેક મકાનો અને સડકો પણ વહી ગઇ છે. અત્યાર સુધી સત્તાવાર રીતે 84 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. સત્તાવાર મૃત્યુઆંક હવાઇ સર્વે બાદ સામે આવશે, પરંતુ એક અનુમાન છે કે, 1,000થી વધુ લોકોનાં મોત થયા છે. ન્યૂસીએ આ વાવાઝોડાંને ભયાનક આપદા ગણાવી છે. તેઓએ કહ્યું હતું કે, હજુ પણ એક લાખથી વધુ લોકોને જોખમ છે.