વિકાસઃ PM મોદીએ ગુજરાતને 2 ભેટ આપી, અમદાવાદ-સુરત મેટ્રો રેલનું આજે ખાતમુહૂર્ત કર્યું

અટલ સમાચાર, ડેસ્ક પીએમ મોદીએ 17મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે સવારે 10.30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર તથા સુરતના ડાયમંડ બોર્સ સિટી ખાતે
 
વિકાસઃ PM મોદીએ ગુજરાતને 2 ભેટ આપી, અમદાવાદ-સુરત મેટ્રો રેલનું આજે ખાતમુહૂર્ત કર્યું

અટલ સમાચાર, ડેસ્ક

પીએમ મોદીએ 17મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આજે સવારે 10.30 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નો શુભારંભ તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર તથા સુરતના ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાનારા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. હરદીપસિંહ પુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સમારોહ ગાંધીનગર સેકટર 13માં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે યોજાશે. મેટ્રો રેલના પ્રોજેક્ટને કાર્યરત કરવા માટે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન–GMRSની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ મેટ્રોરેલનો ફેઝ–ટુનો પ્રોજેક્ટનો ખર્ચ 5 હજાર 384 કરોડ રૂપિયા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના બાવીસ કિમીથી વધુના માર્ગ ઉપર 20 સ્ટેશનો તૈયાર કરાશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ગાંધીનગરની 62 લાખ લોકવસ્તીને સલામત, ઝડપી તથા પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે. આ વિસ્તરણ અમદાવાદને ગાંધીનગર સાથે જોડે છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટની કુલ લંબાઇ 40.03 કિલોમીટર છે. જેમાંથી 6.5 કિલોમીટર લંબાઇના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી ચાલુ છે. બાકી રહેલા 33.5 કિલોમીટરની કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-2ના કોરિડોર-1ની લંબાઇ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં અમદાવાદ એરપોર્ટ સાથે જોડવા માટેનું પણ આયોજન છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, બે કોરિડોર સાથે કુલ 40.35 કિલોમીટર લંબાઇનો છે. કોરિડોર-1ની લંબાઇ 21.61 કિમી અને કોરિડોર 2ની લંબાઇ 18.74 કિલોમીટરની છે. આ યોજનાનો અંદાજીત પૂર્ણ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે. કોરિડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે. જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશન, 6 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.