આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,બેચરાજી

બહુચરાજી તાલુકાના સાંપાવાડા-સૂરજ ગામની સીમમાં છેલ્લા 5 વર્ષથી બનાવાયેલ કેનાલો હાલ માત્ર ને માત્ર શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે.
સાંપાવાડા ગામમાંથી પસાર થતી 5T ,6T , 2l,માઇનોર કેનાલો છેલ્લા 5 વરસથી પાણી વિના કોરિધાકોર ભાસી રહી છે. જે તે સમયે કેનાલની કામગીરીમાં પણ વ્યાપક ગેરરીતી થયાના સ્થાનિક ખેડૂતોના ગંભીર આક્ષેપ છે. જ્યારે 2 એલ માઇનોર કેનાલનું લેવલીંગ ન હોવાના કારણે છેલ્લા 5 વર્ષથી પાણી પણ છોડવામાં આવતું નથી. જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો કેનાલ વારંવાર તુટી જાય છે અને ભ્રષ્ટાચાર ખુલો પડી જાય એ ડરથી આ કેનાલોમાં પાણી છોડવામાં નથી આવતું. બીજી બાજુ તુટી ગયેલ કેનાલ ને અંડર ગ્રાઉન્ડ કરવાનું કામ પણ હજુ સુધી કરવામાં નથી આવ્યુ. આ સિવાય કેનાલનું લેવલિંગ નથી તોય કરોડના ખર્ચે અંદર ગ્રાઉન્ડમાં પાઇપલાઇન નું કામકાજ કરી નાખવામાં આવ્યું છે.

આ કેનાલોમાં આટલો આટલો વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા આજદિન સુધી કોઈ અધિકારીઓ કે કોન્ટ્રાકટર વિરુધ્ધ કોઈ એક્શન લેવામાં આવ્યુ હોય તેવું જાણવા મળ્યું નથી. બીજી બાજુ રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગણી તંત્રએ નહિ સંતોષતા નદીકાંઠાના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code