આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

મંગળવારનો દિવસ મંગલમૂર્તિની ઉપાસના માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી સરળ રહે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સિંદૂરનો પ્રયોગ છે. જ્યોતિષી કહે છે કે, બજરંગબલીને સિંદુર અતિપ્રિય છે.

હનુમાનજીને સિંદુર અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, હનુમાનજીને સિંદુર અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થઈ ભક્તોના તમામ કષ્ટ દૂર કરી દે છે. હનુમાનજીએ એકવાર સીતામાતાથી પ્રેરિત થઈ સિંદુર લગાવી લીધુ હતું. ત્યારથી તેમને સિંદુર અર્પિત કરવાનું શુભ માનવામાં આવે છે. હનુમાનજીને સિંદુર અર્પિત કરીને દેવુ અને દુર્ઘટનાથી પણ બચી શકાય છે.

સિંદુરનું મહત્વઃ-

હિન્દુ ધર્મમાં પણ સિંદુરને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય પરંપરા અનુસાર, સિંદુર કોઈપણ સુહાગનના માથાનો તાજ માનવામાં આવે છે. સિંદુરનો પ્રયોગ દાંપત્ય જીવનની ખુશહાલી માટે પણ કરવામાં આવે છે. કહેવાય છે કે, સિંદુર મુખ્યત્વે નારંગી રંગનું હોય છે. મહિલાઓ તેને સૌભાગ્ય અને શ્રુંગાર માટે પ્રયોગ કરે છે. સિંદુર વગર વિવાહની કલ્પના પણ નથી કરી શકાતી. તેને મંગળ ગ્રહ સાથે જોડવામાં આવે છે. જેથી તેને મંગળકારી માનવામાં આવે છે.

હનુમાનજીને સિંદુર અર્પણ કરવાનો નિયમ શું છે?

– જો મંગળ નડતો હોય અથવા વિશેષ સંકટ હોય તો, હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર અર્પિત કરવું જોઈએ.

– પુરૂષ જ હનુમાનજીને સિંદુર અર્પિત કરી શકે છે, અને લેપન પણ. માન્યતા છે કે, મહિલાઓએ હનુમાનજીને સિંદુર અર્પિત ન કરવું જોઈએ.

નોકરી પર આવતા સંકટ અને સ્થિરતા માટે સિંદુરનો પ્રયોગ કેવી રીતે કરવો?

1 કોઈ પણ મંગળવારે હનુમાનજીના ચરણોમાં સિંદુર રાખો

2 એક સફેદ કાગળ પર સિંદુરથી સ્વસ્તિક બનાવો

3 તે કાગળને પોતાની પાસે રાખો

3 નોકરીની દરેક સમસ્યા દુર થઈ જશે.

દેવામાંથી મુક્તિ માટે સિંદુરનો પ્રયોગ કેવી રીતે કરવો?-

  -ચમેલીના તેલમાં સિંદુર મિલાવો

 – જેટલી તમારી ઉંમર છે, તેટલા પીપળાના પત્તા લો.

– દરેક પત્તા પર રામ લખો

– મંગળવારે હનુમાનજીને અર્પિત કરો

– દેવામાંથી ટુંક સમયમાં મુક્તિ મળી જશે

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code