ધંધો@સાંતલપુર: ગેરકાયદે ખનન કરી ટ્રેક્ટરથી માટી વેચાણનો ગૃહઉધોગ આદર્યો, દિવસરાત ચાલુ

 
Karyvahi
ટ્રેક્ટર દીઠ 300 લેખે રોજના અસંખ્ય વેચાણ આદર્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સાંતલપુર તાલુકાના એક ગામમાં ગેરકાયદે માટી ખનનની ચોંકાવનારી બૂમરાણ મચી છે. કોઈ ઈસમે છેલ્લા કેટલાક દિવસોથી અન અધિકૃત માટી ખનનથી જાણે એક ગૃહ ઉદ્યોગ બનાવી દીધો છે. દિવસરાત માટી ખનન કરી ડમ્પરને બદલે ટ્રેક્ટરથી વેચાણ કરી જરૂરિયાતવાળાને વેચાણ કરે છે. ટ્રેક્ટર દીઠ રકમ બાંધી દૈનિક અનેક ફેરા કરી રોજ હજારોની બેનામી આવક ઉભી કરી રહ્યા છે. જેસીબી, ટ્રેક્ટર અને ટ્રોલી સાથે ડ્રાઇવરના ખર્ચા કરવા બેનામી રોજગારી અપાવી ઈસમ પોતે ગેરકાયદેસર ખનનને વચગાળાનો એક નાનો વ્યવસાય બનાવી દીધો છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના એક ગામમાં માનીતાભાઇએ ગેરકાયદેસર ખનનથી મેળાપીપણામાં ગૃહ ઉદ્યોગ ઉભો કર્યાનું સામે આવ્યું છે. નાનકડા ગામમાં સત્તાધીશોથી છૂપા રહેવું મુશ્કેલ છતાં માનીતાભાઇએ દિવસરાત ગેરકાયદે માટી ખનન, હેરફેર, વેચાણ કરી નાણાં બનાવવાનું શરૂ કર્યું છે. નામ ખેડૂતોનુ વટાવી, ખેડૂતોની જમીનમાંથી અને બીજા ખેડૂતો માટે માત્ર ડીલીવરી ડીઝલ ખર્ચના કાઢતા હોવાનું ગામમાં બહાર પાડ્યું છે. જોકે આ માનીતાભાઇએ શરૂઆતમાં દિવસરાત અને હવે રાત્રિએ પડતર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરી એક ટ્રેક્ટર દીઠ 300 લેખે રોજના અસંખ્ય વેચાણ આદર્યા છે. વાંચો નીચેના ફકરામાં

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરેરાશ 8થી 10 ટ્રેક્ટર, એક જેસીબી મશીન અને ડ્રાઇવર રાખી માનીતાભાઇ ગામલોકોને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર ખનન કરી બેનામી આવક બનાવી રહ્યા છે. આ બાબતે છેલ્લા કેટલાક દિવસોથી ગામના જાગૃત નાગરિકો દિવસરાત ફોન કરી જણાવ્યું કે, અન અધિકૃત માટી ખનનથી રસ્તાઓ ખરાબ કરી, પગપાળાઓને જોખમ ઉભું કરી, પર્યાવરણને નુકસાન કરી, સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી માનીતાભાઇ ગામલોકો સમક્ષ ખેડૂતોનુ નામ વટાવી રહ્યા છે. જો આ બાબતે સાંતલપુર મામલતદાર સહિતના આકસ્મિક રાત્રિ દરમ્યાન ગામમાં આવી તપાસ કરે તો ગેરકાયદેસર ખનનનો ભાંડો ફૂટી શકે અને ખનીજ માફિયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થઈ શકે છે‌.