ધાનેરા: ખરીદ-વેચાણ સંઘનો ખેડૂતોને સહયોગ, સોશિયલ ડિસ્ટન્સનો અમલ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ધાનેરામાં સહકારી મંડળીઓમાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા છે. ધાનેરા સહકારી મંડળી દ્રારા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ૬ ફૂટ જેટલુ અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા આહવાન કર્યુ હતુ. ખાતરની તંગી વચ્ચે પણ ધાનેરા ખરીદ-વેચાણ સંઘ દ્રારા ખેડૂતોને ખાતર પુરૂ
 
ધાનેરા: ખરીદ-વેચાણ સંઘનો ખેડૂતોને સહયોગ, સોશિયલ ડિસ્ટન્સનો અમલ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે ધાનેરામાં સહકારી મંડળીઓમાં ખેડૂતો ખાતર લેવા ઉમટી પડ્યા છે. ધાનેરા સહકારી મંડળી દ્રારા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને ૬ ફૂટ જેટલુ અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવા આહવાન કર્યુ હતુ. ખાતરની તંગી વચ્ચે પણ ધાનેરા ખરીદ-વેચાણ સંઘ દ્રારા ખેડૂતોને ખાતર પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં ખરીદ-વેચાણ સંધ દ્રારા ખેડૂતોને પુરતો સહયોગ મળી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે. જીલ્લામાં ખાતરની તંગી વચ્ચે પાલનપુર અને કડીમાંથી ખાતર લાવીને પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. આ તરફ કોરોના વાયરસને લઇને પણ સાવચેતીના ભાગરૂપે ખરીદ-વેચાણ સંઘ દ્રારા ખાતર લેવા આવેલા ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવ્યો હતો.

ધાનેરા: ખરીદ-વેચાણ સંઘનો ખેડૂતોને સહયોગ, સોશિયલ ડિસ્ટન્સનો અમલ

સમગ્ર મામલે સંઘના માનસુંગભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અત્યારે ખાતરની ખુબ જ અછત હોવા છતાં પાલનપુર કડી જેવા અનેક વિસ્તારોમાંથી ખાતર લાવી અને ખેડૂતોને ખાતર પૂરું પાડી રહ્યા છે. ગઈકાલે ખેડૂત દીઠ ખાતરની 6 બોરી આપવામાં આવી હતી. પરંતુ આજે ખાતર ઓછું હોવાથી ખેડૂતદીઠ ખાતરની ત્રણ-ત્રણ બોરી આપવામાં આવી રહી છે. આ કામગીરીથી ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંઘ દ્વારા જેમ-જેમ ખાતરની અછત દૂર થશે તેમ-તેમ ખેડૂતોને પૂરતું ખાતર આપવા માટેનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.