ધાનેરા: રાયડાની ખરીદી માટે નોંધણી કેન્દ્ર દરેક ગામે રાખવા ધારાસભ્યનો પત્ર

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરા તાલુકામાં રાયડાની ઓનલાઇન નોંધણીમાં ભારે હોબાળા બાદ ગઇકાલે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. જેને લઇ હવે સ્થાનિક ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખી દરેક ગ્રામ પંચાયતોમાં રાયડાની ઓનલાઇન નોંધણી કરવામાં આવે તેવી માંગ કરી છે. નોંધનીય છે કે, અગાઉ મગફળીની ખરીદી માટે ઓનલાઇન નોંધણીની સુવિધા દરેક ગ્રામ પંચાયતોમાં આપી હોવાથી ખેડૂતોને
 
ધાનેરા: રાયડાની ખરીદી માટે નોંધણી કેન્દ્ર દરેક ગામે રાખવા ધારાસભ્યનો પત્ર

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકામાં રાયડાની ઓનલાઇન નોંધણીમાં ભારે હોબાળા બાદ ગઇકાલે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. જેને લઇ હવે સ્થાનિક ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખી દરેક ગ્રામ પંચાયતોમાં રાયડાની ઓનલાઇન નોંધણી કરવામાં આવે તેવી માંગ કરી છે. નોંધનીય છે કે, અગાઉ મગફળીની ખરીદી માટે ઓનલાઇન નોંધણીની સુવિધા દરેક ગ્રામ પંચાયતોમાં આપી હોવાથી ખેડૂતોને તે બાબતે કોઇ મુશ્કેલી પડી નહોતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધાનેરા: રાયડાની ખરીદી માટે નોંધણી કેન્દ્ર દરેક ગામે રાખવા ધારાસભ્યનો પત્ર

બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે કલેક્ટરને પત્ર લખી રાયડાની ઓનલાઇન ખરીદી માટે ગ્રામ પંચાયતોને કેન્દ્ર આપવા માંગ કરી છે. ગઇકાલે રાયડાની ખરીદી માટે ઓનલાઇન નોંઘણી મામલે ભારે હોબાળો થયો હતો. જેને લઇ તંત્રએ પોલીસનો સહારો લેવો પડ્યો હોવાથી આજે ધારાસભ્યએ ગ્રામ પંચાયતોમાં કેન્દ્ર શરૂ કરવા માંગ કરી છે.

ધાનેરા: રાયડાની ખરીદી માટે નોંધણી કેન્દ્ર દરેક ગામે રાખવા ધારાસભ્યનો પત્ર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે. આ સાથે જીલ્લામાં પણ બીજા નંબરે રાયડાનું ઉત્પાદન ધાનેરા તાલુકામાં થાય છે. જોકે હાલ ધાનેરા તાલુકા મથકે એક જ જગ્યાએ સરકારી પુરવઠા ગોડાઉનમાં ઓનલાઇન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.